હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. ધુળેટીના દિવસે રૂબરૂ માતા પાસે 2 કાર સામસામે અથડાતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં આદિપુરમાં રહેતા સાસુ જમાઇના સારવાર દરમિયાન મોત થયા હતા.
જ્યારે કારમાં સવાર 3 બાળકો સહિત 10 લોકોને વતી ઓછી ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સાંજના 4 વાગ્યાના સુમારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે ભુજ ખાવડા રોડ પર રૂદ્રામાતા ટ્રેનિંગ સેન્ટર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં અંજારમાં આવેલ મેઘપર બોરીથી તેમજ આદિપુરના પરિવારોની કાર સામ-સામે અથડાઇ હતી. અંજાર મેઘપર-બોરીચીમાં રહેતા 48 વર્ષીય ઉમેશ ઉર્ફે ઉમંગ શિવલાલ સોનીએ B-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, તેમના પરિવાર તથા તેમના મિત્ર હિતેશભાઇ રવિલાલ રાજગોર બન્ને પરિવારો ઈનોવા કારથી રુદ્રમાતા ફરવા માટે આવ્યા હતા.
બપોરે તેઓ ભુજ પાછાં ફરી રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર ફંગોળાઇને ફરિયાદીની કાર સાથે અથડાતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર કારમાં સવાર આદિપુરના 32 વર્ષીય લોકેશ દુર્ગાપ્રસાદ અડવાણી તથા તેમના 50 વર્ષીય સાસુ મનીષા ચંદુભાઈ ટેકવાણીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે બન્ને કારના અન્ય 10 લોકોને ખુબ ઓછી ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. B ડિવિઝન પોલીસે ઉમંગભાઇની ફરિયાદ પરથી કાર ચાલકની વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સાસુ જમાઇની આદિપુરથી અંતિમયાત્રા નિકળી
ભુજ ખાતે કાર અકસ્માતમાં સર્જાયેલી કરૂણાંતિકામાં સાસુ- જમાઇનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ આદિપુરના સિંધી સમાજના આગેવાનો ગઇ કાલે રાત્રે ભુજ પહોંચી ગયા હતા. ભુજ જઇને પરીવારજનો અને મૃતદેહનું પીએમ કરાવીને મોડી રાત્રે આદિપુર લઇ આવ્યા હતા. આજ સવારે સાસુ- જમાઇની સંત કંવરરામ નગરથી અંતિમયાત્રા નિકળી હતી. સિંધી સમાજ નહીં પરંતુ આદિપુરના વર્તુળોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
સાસુ- જમાઇની નિકળેલી અંતિમયાત્રામાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા. લોકેશ અડવાણી, હરીશ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ મનિષાબેનના પતિની હાલત સારી છે. જ્યારે દિકરી મિનાક્ષીની હાલત ગંભીર હતી. એક દોહિત્ર કુશનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થયા પછી આદિપુર,ગાંધીધામના સિંધી સમાજના આગેવાનો મનુ મીઠવાણી, જેકી કોડનાણી, અમિત કોડનાની, જીતુ કોડનાની, હરેશ કોડનાની વગેરે દોડી ગયા હતા.
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની યાદી
બન્ને કારમાં સવાર ઘાયલોમાં ફરિયાદી ઉમેશભાઇ સોની, અને તેના પત્ની ચેતનાબેન ઉમેશભાઇ સોની, પુત્ર સ્નેહ ઉમેશભાઇ સોની, હિતેશભાઇ રતિલાલ રાજગોર, નૈનાબેન હિતેષભાઇ રાજગોર, ખુશી હિતેશભાઈ રાજગોર, નિશાબેન હિતેશભાઈ રાજગોર તેમજ સામે અકસ્માત સર્જનાર કાર સાવાર મીતેશભાઇ ચંદુલાલ ટેકવાણી, મિનાક્ષીબેન લોકેશભાઇ અડવાણી, કુશ લોકેશભાઇ અડવાણી સહિત દસ લોકોને ઈજાઓ પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.