જામનગર(ગુજરાત): રાજ્યમાં હાલમાં ઘણા આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં આજે સામાન્ય માણસના હૃદયને હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. જાણવા મળ્યું છે કે, સંતાનોને કૂવામાં ફેંક્યાં બાદ માતાએ પણ કૂવામાં કુદકો મારી દીધો હતો. જોકે, તેનો આબાદ બચાવ થયો છે. પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી વતનમાં ગયો હોવાનું સામે આવ્યું છે. તે પરત ના આવતો હોવાથી તેને લાગી આવ્યું હતું અને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મોરારદાસ ખંભાળિયામાં વાડીમાં આવેલા કૂવામાં જે ત્રણ માસૂમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે અને તેમની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર 4 વર્ષ, ત્યાર બાદની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કઢાતાં ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનો પણ હચમચી ઊઠ્યાં હતાં.
સ્વાભાવિક છે કે, ત્રણેય સંતાનોની ઉંમર પાંચ વર્ષની હતી માટે આટલી નાની ઉંમરમાં બાળકોને હજી જીવન-મૃત્યુની જાણ સુધ્ધાં પણ ના હોય. મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોવાથી તે પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં. જેમાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. જોકે, કૂવામાં ઝંપલાવ્યા બાદ માતાએ કૂવાની પાઈપ પકડી લીધી હતી જેથી તેનો બચાવ થયો હતો.
જાણવા મળ્યું છે કે, મેસુડીબેનનો પતિ નરેશ ભૂરિયા ત્રણેક મહિનાથી પોતાના વતનમાં ગયો છે. જ્યારે મેસુડીબેન તેનાં ત્રણ સંતાનો અને સાસુ-સસરા સાથે મોરારદાસ ખંભાળિયામાં રહી ખેતમજૂરી કરતાં હતાં. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પોતાનો પતિ લાંબા સમયથી પરત ના આવતાં મેસુડીબેનને લાગી આવ્યું હતું, જેને કારણે આ કરુણ ઘટના બની હતી. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.