ચોરો ચોરી કરવા માટે દોડાવતા હતા ગજબનું ભેજું, જાણીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ 

હાલમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે, આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. આ પરથી કહી શકાય કે શું આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો?

આ દરમિયાન સિદ્ધપુરમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થવાને પગલે સિદ્ધપુર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપતી આંતર રાજ્ય ટોળકી ઝડપી પાડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ટોળકીના ત્રણ જેટલા ઈસમોની સઘન પૂછપરછ અને તપાસ કરતા આ ઈસમો પાસેથી મરચાની ભૂકી, પેપર સ્પ્રે અને ઓઇલનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે અવાયું છે.

પકડાયેલ ઈસમોએ આ સામગ્રીનો ઉપયોગ લૂંટ અને ચોરી સમયે કરતા હોવાની કબૂલાત કરતા સિદ્ધપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ આ ચોર ગેંગે સેન્ટ્રો ગાડીમાંથી બેગમાં રાખેલ ચાના વેપારના હીસાબની ચોપડીઓ તથા રોકડ રકમ 2000ની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. જે બાબતે ભોગ બનનારએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જે ગુનો શોધી કાઢવા સિદ્ધપુર પોલીસ સ્ટાફ ખાનગી રીતે બાતમી હકીકત મેળવી ગુનાના તહોદારો હાલમાં સિધ્ધપુર ટાઉનમાં ફરે છે.

બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે ચોર ગેંગને પકડી તેમની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. ચોરીમાં ગયેલો થેલો તથા રોકડ રકમ પૈકી રૂપીયા 500 તથા ચાના વેપારના હીસાબની ચોપડીઓ તથા એક ઓઇલની બોટલ તથા પેપર સ્પ્રે મુદ્દામાલ રીકવર કરી અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આરોપીઓ પોતાની પાસે ઓઇલ રાખી રાહદારી માણસોની ગાડી ઉપર ઓઇલ નાખી ડ્રાઇવરને ઓઇલ લીક થાય છે તેવું કહેતા અને ગાડીમાંથી નીચે ઉતારી ગાડીમાં પડેલ સામાન તથા થેલાની ચોરી કરી ફરાર થઇ જતા. અ ઉપરાંત જો કોઇ ઇસમ ચોરી કરવામાં અવરોધ કરે તો પેપર સ્પ્રે મોઢા ઉપર નાખી લુટ અને ચોરીને અંજામ આપતા હતા. આ આરોપીએ અન્ય કેટલી જગ્યાએ ચોરી તેમજ લૂંટ કરી છે તેને લઈ હાલ સિદ્ધપુર પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આરોપીના નામ:
( 1 ) રોહીત બજરંગ રાજુ જાતે- તેલી રહે – કોટા ( બુંદીકોટા ) રાયપુર ટકેનીયા રાજસ્થાન
( 2 ) શીવા મધુકર(રાજુ) ગાયકવાડ રહે – જલગાંવ રેલ્વેસ્ટેશન ની બાજુમાં મહારાષ્ટ્ર
( 3 ) ક્રીષ્ના રાજુ યાદવ રહે- મુજકપુર સેનરાય ઝુપડપટ્ટીમાં મહારાષ્ટ્ર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *