પોતાના જ પ્રેમી સાથે માતાએ કરાવી દીધા દીકરીના લગ્ન, સુહાગરાતના નામે આચરતો રહ્યો દુષ્કર્મ

માતા અને દીકરીના સબંધોને ચુર ચુર કરતો મામલો સામે આવ્યો છે. એક માતાએ તેની સગીર પુત્રીના લગ્ન તેના જ પ્રેમી સાથે કરાવી દીધા હતા. લગ્ન…

માતા અને દીકરીના સબંધોને ચુર ચુર કરતો મામલો સામે આવ્યો છે. એક માતાએ તેની સગીર પુત્રીના લગ્ન તેના જ પ્રેમી સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ પ્રેમીએ સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. 15 વર્ષની સગીરાએ તેની સાથે થયેલી આ ઘટનાને તેની બહેનપણીને પણ કહી હતી. તેની બહેનપણીએ આ વાત બીજી મહિલાને કીધી. ત્યારે આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી આરોપી માતા અને તેના પ્રેમી વિરુદ્ધ બાળ લગ્ન સહિત દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે.

હકીકતમાં, પુણેના ચંદનનગર વિસ્તારમાં 36 વર્ષની મહિલા તેની 15 વર્ષની સગીર પુત્રી સાથે રહે છે. તેણીને 28 વર્ષીય યુવક સાથે કેટલાક મહિનાઓથી પ્રેમસંબંધ ચાલતો હતો. પ્રેમી મહિલાના ઘરે સતત આવતો જતો હતો. ત્યારબાદ એક દિવસ સગીર દીકરીએ બંનેને વાંધાજનક હાલતમાં જોઈ લીધા.

મહિલાને લાગ્યું કે દીકરી આ વાત બધાને કહી દેશે, એટલે તેણે દીકરીને મારી નાખવાની ધમકી આપીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા દબાણ કર્યું. પુત્રીના ના પાડવા છતાં મહિલાએ થોડા દિવસ પહેલા બંનેના લગ્ન કરાવી લીધા હતા. આ પછી આરોપી યુવક સગીર દીકરી સાથે પણ શારીરિક સંબંધ બાંધતો હતો. કેટલાય દિવસો સુધી આમ જ ચાલ્યું. પરંતુ તેની માતાના ડરને કારણે તેણે કોઈને કંઈ કહ્યું નહીં. દરરોજ તેણી પોતાની ઉપર થતી હેવાનિયત સહન કરતી રહી.

ત્યારબાદ એક દિવસ પીડિત યુવતીએ તેની સાથે બનેલી આખી ઘટના તેણી બહેનપણીને જણાવી. આ સાંભળીને બહેનપણી પણ ચોંકી ગઈ, અને તેણે આ વાત તેની જાણતી મહિલાને કહી. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને ફરિયાદ મળ્યા બાદ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બાળ લગ્નની પણ પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસે તુરંત સગીરાને બચાવી લીધી અને આરોપીની ધરપકડ કરી. માતા અને તેના પ્રેમી સામે દુષ્કર્મ સહિત બાળ લગ્નની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહિલાએ જણાવ્યું કે તે તેની પુત્રી સાથે તેના ગામમાં કોઈ કાર્યક્રમમાં ગઈ હતી. તે જ સમયે, તે યુવક સાથે તેની નિકટતા વધી અને પછી તેમનું અફેર શરૂ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *