ફરી એકવાર અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહત્વનું છે કે, બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહત્વનું છે કે, બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાવવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે બે દિવસો જ બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શો કરી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે.આ દરમિયાન આજે આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કજરીવાલે(Arvind Kejriwal) સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

પ્રેસ કોન્ફરન્સ  દરમિયાન તેમણે કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઈટાલીયા ભારે માર્જિનથી જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ભારે માર્જિનથી જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટી વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પણ ભારે માર્જિનથી જીતી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે જણાવતા કહ્યું હતું કે, ભાજપ વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી AAPને વોટ આપવાના છે, કાર્યકર્તાઓને ધમકી આપે છે, AAP પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને AAPને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને પણ સહન કરવો પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓઓ પણ અમારી સાથે છે. મહિલાઓના દર મહીને 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,
પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *