એક બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા ડોકટરને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તેમણે તપાસ કરી હતી અને તપાસ કરતા સામે આવ્યું કે, સગી માતાએ જ પાંચ વર્ષીય બાળકીનું ગળુ દબાવી દીકરીની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
આ ઘટના ભરૂચની કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ આવેલા રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. પરિવારની માસુમ 5 વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. સિવિલમાં હાજર તબીબે અંશુ ને ચેક કરતા તે મૃત જાહેર કરી હતી અને જયારે મોતનું કારણ જાણતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
અંશુ ચૌહાણના મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા સિવિલના તબીબે કરી હતી. શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો. તેમાં ખુબજ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જાણવા મળ્યું કે, દીકરીની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેની સગી માતા નંદની ચૌહાણે જ કરી હતી.
નંદનીને પતિ સાથેના અણબનાવ હતા અને એ કારણે સગી જનેતાએ જ પોતાની 5 વર્ષીય પુત્રીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે હત્યારી માતા સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી અનુસાર આ પહેલા પણ અન્ય બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં હતા. આ મોત પાછળ પણ તેમની માતા જ જવાબદાર છે કે નહી તે અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.