ગુજરાતમાં નવજાત દીકરાને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન સુરતમાં પણ આવો જ એક વધુ કિસ્સો સામે આવી રહ્યો છે. આજે કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી. એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું.
બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું
પનાસ ગામના SMC ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.
બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર
ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે, બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108 ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.
દીન પ્રતીદીન આ ઘટનામાં વધારો
આ પહેલા પણ કતારગામના સિંગણપોર વિસ્તારમાં ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારા નામના દંપતીને ત્રણ દીકરા હતા અને તેમને દીકરીની ઇચ્છા હતી પરંતુ ચોથી વખત પણ પુત્રનો જ જન્મ થતાં તેમણે બાળકને ત્યજી દીધું હતું. તાપી નદીના કિનારે ઝાડીમાં તેમણે બાળકને ત્યાજી દીધું હતું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.