મૌની રોય અને સૂરજે મલયાલી રીતિ-રિવાજ પ્રમાણે કર્યા લગ્ન- વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

અત્યારે સોશિયલ મીડિયા પર મૌની રોય (mauni roy) અને સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) ના લગ્નના ફોટા ખુબ જ વાયરલ થયા છે. મલયાલી રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવેલા આ લગ્નની તસવીરો તમે પણ જોઈ શકો છો. સેલેબ્રીટીના લગ્નમાં કંઈક એવો ક્રેઝ હોય છે જે દરેકથી કઈક અલગ હોય છે. આ જ કારણ થી તેઓના ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સના લગ્નની એક ઝલક જોવા માટે પણ પાગલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

પહેલા વિકી-કેટરિનાના લગ્ન બાદ હવે મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નની ચર્ચા ખુબ જોર શોર થી ચાલી રહી છે. મૌની રોયે ગોવામાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. 26 જાન્યુઆરીથી તેમના લગ્નના ફંકશન શરૂ થયા હતા અને 27 જાન્યુઆરીએ મૌની રોય મિસિસ નામ્બિયાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર સૌથી પહેલા સિંગર મનમીત સિંહ (મીટ બ્રધર્સ) એ મૌની રોય સાથે તેની તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની ધાર્મિક જ્વેલરી અને પરંપરાગત સિલ્ક સાડીમાં ખુબ જ સુંદર દેખાય રહી છે. જોતા જણાય છે કે મૌનીના લૂકમાં સાદગી પણ છે અને મલયાલી પરંપરાની ઝલક પણ સ્પષ્ટપણે જોવા મળે છે. મૌનીએ પોતાના વાળને સંપૂર્ણપણે ગજરાથી ઢાંકી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૂરજ નામ્બિયાર મલયાલી છે અને મૌની રોયે દક્ષિણ ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખીને મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. ઘણા ટીવી સેલેબ્રીટી મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જેમાંથી એક અર્જુન બિજલાની છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

તસ્વીરોમાં ફૂલોથી સજાવેલો મંડપ અને સાદગીપૂર્ણ અને પરંપરાગત લગ્ન જોઈ શકાય છે. મલયાલી લગ્ન એ બંગાળી લગ્નથી ખૂબ જ અલગ છે. મૌની રોય બંગાળી છે અને સૂરજ મલયાલી છે. બંનેની પરંપરા મુજબ લગ્નમાં ઘણો બધો તફાવત છે.  અહીં સગાઈ અને મહેંદી પછી, મધુપારકામ નામની એક વિધિ છે જ્યાં કન્યાના પિતા વરરાજાના પગ ધોવે છે. જો કે, ઘણા લોકો હવે આ ધાર્મિક વિધિઓ કરતા નથી. મલયાલી લગ્નોમાં તમામ ભારતીય લગ્નોની જેમ, કન્યાદાન કરવામાં આવે છે. મલયાલી વેડિંગમાં મંગળસૂત્રનું ખૂબ મહત્વ છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મંગલસૂત્રને મલયાલમમાં તાલી કહેવામાં આવે છે અને તેને લગ્નનું સૂત્ર માનવામાં આવે છે. રિસેપ્શનને બદલે મલયાલી વેડિંગમાં સાધ્ય કરવામાં આવે છે જેમાં કેરળની ખાસ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. મલયાલી લગ્નોની ધાર્મિક વિધિમાં લગભગ 25 વાનગીઓ પીરસવામાં આવે છે. મલયાલી લગ્નમાં નવી વહુના ઘરમાં પ્રવેશની ઓળખ ખૂબ રાખવામાં આવે છે. વિદાયનું કોઈ ખાસ મહત્વ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *