થોડા સમય પહેલાં જ ક્રિક્રેટર યુઝ્વેન્દ્ર ચહલ અને ડાન્સર ધનશ્રી વર્માએ લગ્ન કર્યાં હતાં ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ટેલીવિઝનથી પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરનાર અભિનેત્રી મૌની રોય હવે બોલિવૂડમાં પણ હિટ અભિનેત્રી તરીકે ઓળખાઈ રહી છે.
તેણે અનેકવિધ હિટ ફિલ્મો આપી છે પરંતુ હવે તે તેની એક્ટિંગ અથવા તો પછી ફિલ્મને લઈ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈ વધુ ચર્ચામાં આવી રહી છે. એવી જાણકારી મળી રહી છે કે, ખુબ જલ્દી જ મૌની લગ્ન કરવા માટે જઈ રહી છે. જો કે, તેના રિલેશનને લઈ આની પહેલા પણ ખુબ ચર્ચાઓ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટમાં વરરાજાનું નામ તથા ડિલેટ પણ સામે આવી રહી છે તેમજ એવું કહેવામાં આવે છે કે, તે તેના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરવા માટે જઈ રહી છે. મૌની રોય પોતાની પર્સનલ લાઈફને લઈ વધુ વાતચીત કરતી નથી. મૌની રોય દુબઈ બેસ્ડ એક બેંન્કરની સાથે લગ્ન કરવા માટે જઈ રહી છે.
એવું કહેવામા આવે છે કે, લોકડાઉન આખું મૌનીએ દુબઈમાં બહેન જીજુ તથા તેના બાળકોની સાથે જ વિતાવ્યું છે. આ દરમિયાન જ તેને સુરજ નામ્બિયારની સાથે ખુબ પ્રેમ થઈ ગયો હતો તેમજ હવે બન્ને ખુબ લાંબા સમયના ડેટ પછી લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મૌનીએ સુરજની સાથે ફોટો અપલોડ કરીને તેનો આ સંબંધ ઓફિશિયલ પણ કરી નાંખ્યો હતો. એવી જાણકારી પણ મળી રહી છે કે, સુરજ તથા મૌનીનું બોન્ડિંગ પરિવારને પણ ખુબ પસંદ પડ્યું છે જેથી હવે ખુબ જલ્દી જ ફેરા ફરવા માટે જઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આ ખબર સાચી પડે છે કે પછી અફવા નીકળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle