ગુજરાતના સાંસદનું ઇન્સ્ટાગ્રામ કોઈ હેક કરી ગયું અને કરી છોકરી સાથે આવી વાતો…

હાલમાં સોશિયલ મીડિયામાં વારંવાર એકાઉન્ટ હેક કરીને બીભત્સ લખાણો અને પોસ્ટ કરવાના કિસ્સાઓ વધી ગયા છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમના ગુનાઓને ઉકેલવામાં માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે અમદાવાદમાં નૂતન પ્રોજેક્ટ ખુલ્લો મુકયો હતો. જેમાં સાયબર ક્રાઇમના ગુના ઉકેલવામાં માટે કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી ત્યારે આવા જ એક સાયબર ક્રાઈમના ભોગ ભાજપના સાંસદ સી.આર.પાટીલ બન્યા છે.

નવસારી થી સાંસદ ચૂંટાયેલા સી આર પાટીલ નું instagram એકાઉન્ટ કોઈ ઇસમે હેક કરીને બાર વર્ષની છોકરી સાથે વાત કરીને વિડીયો ચેટ કરવા માટે પ્રયત્ન કર્યા હોવાના સ્ક્રીનશોટ સાથેની ફરિયાદ ખુદ સાંસદ શ્રી એ સુરત પોલીસ કમિશનર ને આપી છે. જેમાં કોઇ વિદેશી યુવતી સાથે આ એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઇસમે વાત કરીને ગુનો આચર્યો હોવાનું સીઆર પાટીલે લેખિતમાં આવેદન કર્યું છે.

પોલીસ કમિશનર શ્રી ને ઉદ્દેશીને લખાયેલી અરજીમાં સાંસદ એ જણાવ્યું છે કે “મારું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને મારા નામથી અજાણ્યા ઈસમ દ્વારા એક અજાણી યુવતી સાથે વાત કરી છે. તો આ બાબતે કાયદેસરના પગલાં લેવા મારી ભલામણ છે”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *