ક્રૂર યુવક મારતો રહ્યો પોતાની પત્ની ને, લોકો જોતા રહ્યા આ તમાશો..

આજકાલ લોકોમાં માણસાઈ જોવા મળી રહી નથી. અહીં પણ એવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે. જેમાં એક યુવક પોતાની પત્નીને રોડ ઉપર ખુલ્લેઆમ મારી રહ્યો છે છતાં પણ રોડ પર ઉભેલા લોકો આ તમાશો જોઈ રહ્યા છે. લોકોને આ યુવતી ઉપર થોડી પણ દયા આવી રહી નથી. અને યુવક તેની પત્નીને ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. જે વીડિયોમાં એક યુવક પોતાની જ પત્ની ને ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરી રહ્યો છે. છતાં પણ ત્યાં બધા લોકો તમાશો જોઈ રહ્યા છે. જેના કારણે કહી શકાય કે લોકોમાં માણસાઈ જેવું જોવા મળી રહ્યું નથી.

આ વિડીયો માં ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે એક યુવક તેની પત્નીના જ કેવી રીતે વાળ ખેંચી રહ્યો છે. અને તેને પગ દ્વારા તેમાં જ લાકડી દ્વારા મારી રહ્યો છે. અને તે સમયે ત્યાંથી ઘણી બધી ગાડીઓ ચાલી રહી છે. છતાં પણ એક પણ ગાડીઓ ઉભી રહેતી નથી. અને આ મહિલાને તેના ક્રૂર પતિ થી બચાવવાની કોશિશ કરી રહ્યા નથી. જેના કારણે પતિ ને કાંઈ ફરક પડતો નથી. અને પોતાની પત્નીને લાકડી દ્વારા મારી રહ્યો છે.

આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશ ના એક વિસ્તાર માં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેનો પડ્યો કદાચ એક અઠવાડિયા પછી વાયરલ થયો છે. મહિલા પોતાના મિત્ર અને સમગ્ર ઘટના વિશે જાણ કરી રહી હતી. તે સમયે તેના મિત્રે પોલીસને ઘટના વિશે જણાવી દીધું. અને સમય રહેતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. મહિલાના પતિને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *