હાલમાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના સાગરથી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ તેના જીવતા પતિને છેલ્લા 10 વર્ષથી મૃત હોવાનું કહીને વિધવા પેન્શન લેવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે મહિલાનું બીપીએમ કાર્ડ પણ મળ્યું હતું. પતિને આ છેતરપિંડીની જાણ થતાં જ તેણે પત્નીને ફરિયાદ કરી. જેથી તેની પત્નીને જેલ ભેગું થવું પડ્યું હતું. પોલીસે કેસ નોંધીને મહિલાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી મહિલા છેલ્લા 10 વર્ષથી પોતાના પતિને કાગળો પર મૃત બતાવીને વિધવા પેન્શન લેતી હતી. પોલીસે જણાવ્યું કે, કેશવગંજ વોર્ડની રહેવાસી આરોપી મહિલાના લગ્ન 2001માં અશોકનગરના રહેવાસી મોહમ્મદ અખ્તર રૈન ખાન સાથે થયા હતા. લગ્ન બાદ બંને સાગરમાંરહેતા હતા પરંતુ પારિવારિક વિવાદને કારણે તે અશોકનગર રહેવા ગયો હતો.
મળતી માહિતી અનુસાર વર્ષ 2017માં અખ્તરે અશોકનગરમાં પત્ની શમીમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પતિએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પત્ની શમીમ નકલી દસ્તાવેજો બનાવીને સરકારની યોજનાઓનો લાભ લઈ રહી છે. અરજીને તપાસ માટે ગોપાલગંજ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. ફોટો પરથી જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે મહિલાનો પતિ જીવિત છે. પોલીસે તપાસ કરતાં પત્ની સામે છેતરપિંડી સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી અનુસાર તપાસ અધિકારી સંગીતા સિંહે જણાવ્યું હતું કે, આ મામલો વર્ષ 2017નો છે. મોહમ્મદ અખ્તર રૈને ફરિયાદ કરી હતી કે ગોપાલગંજમાં તેની પત્ની એ આઈડી કાર્ડ બનાવ્યું હતું. જેમાં તેણીએ તેના પતિને મૃત હોવાનું જણાવ્યું છે અને તેણી વિધવા પેન્શન અને બીપીએલ કાર્ડમાંથી રાશન લઈ રહી છે.
કેસ દાખલ થયા બાદ તેની ચર્ચા થઈ હતી. આ અંગે 420માં કેસ નોંધાયો હતો. ત્યારે દસ્તાવેજના આધારે છેતરપિંડી કરીને સરકારી દસ્તાવેજો તૈયાર કરવાના સંબંધમાં 467, 468 કલમનો વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને જેલમાં ધકેલવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.