MS Dhoni Retirement Viral Video: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) પહેલા સતત અટકળો લગાવવામાં આવી રહી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ની આ છેલ્લી સિઝન છે. ધોનીએ વર્ષ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં 41 વર્ષીય ધોની સાથે સંબંધિત કોઈ પણ તસવીર અથવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આશંકા છે કે તે સંન્યાસ લઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હાલમાં જ ધોનીનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.
Oh Captain, My Captain! 🥹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એમએસ ધોનીનો એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે, જેના પછી ફેન્સ તેમના સવાલ રોકી શક્યા નથી. આ વીડિયોમાં માહી સીડીઓ ચડતી જોવા મળી રહી છે. વીડિયોમાં ધોની બેટિંગ અને વિકેટકીપિંગ પણ કરતો જોવા મળી રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્શનમાં લખ્યું, ‘ઓહ કેપ્ટન, માય કેપ્ટન.’ આ વીડિયોમાં એક ઉદાસી સંગીત વાગી રહ્યું છે, જેના પછી ચાહકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે શું એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે? જોકે, હજુ સુધી આ મુદ્દે ધોની કે CSKની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું ટાઈટલ અપાવ્યા બાદ આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળોને નકારી કાઢતા મહેન્દ્ર સિંહ ધોની એ કહ્યું હતું કે તે ચાહકોના પ્રેમનો બદલો આપવા માટે આગામી સિઝનમાં ફરી પાછો રમશે. જે રીતે પ્રેક્ષકોએ દરેક મેદાન પર તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો, તેનાથી નિવૃત્તિની શક્યતા પ્રબળ બની રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે. શરીરને ટેકો આપવો પડે છે.
મહેન્દ્ર સિંહ ધોની ની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે (DLS Method) હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની 5 આઈપીએલ ટાઈટલ જીતનાર બીજા કેપ્ટન છે. ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023 માટે IPL ટાઇટલ જીત્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.