વર્લ્ડ કપ 2019 પછીથી ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર MS ધોની ક્રિકેટ મેદાનથી દૂર છે. આ કારણે તેના સંન્યાસની અટકળોનો મામલો હાલ પણ યથાવત છે. જો કે, ધોની સંન્યાસ ક્યારે લેશે તે અંગે તો હવે માત્ર ધોની જ સૌને જણાવી શકે છે. પરંતુ એ પહેલા ધોનીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે.મીડિયા રિપોર્ટ અનુસાર ધોનીના સંન્યાસ પહેલા જ રિટાયરમેન્ટ પ્લાન પર કામ શરૂ થઈ ગયું છે.
એવી માહિતી મળી છે કે ધોની હવે કોચિંગમાં હાથ અજમાવશે. એક ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર ધોની 2 જુલાઈથી ક્રિકેટ કોચિંગ શરૂ કરવા તરફ જઈ રહ્યો છે અને તે એક જ સ્થળેથી દુનિયાભરના અસખ્ય યુવા ક્રિકેટર્સને ઓનલાઇન કોચિંગ આપશે. MS ધોની ક્રિકેટ એકેડમી ઓનલાઇન કોચિંગ શરૂ કરવા તરફ જઈ રહી છે.
જેમાં 6-8 વર્ષથી ક્રિકેટની શરૂઆત કરતા બાળકોથી લઈને સીનિયર લેવલના ખેલાડીઓ સુધી પ્રોગ્રામ નકકી કરવામાં આવશે.રિપોર્ટ અનુસાર ધોનીની આ એકેડમી આર્કા સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હવેથી સાથે મળીને કામ કરશે. 2 જુલાઈ એટલે કે ગુરુવારથી આની શરૂઆત કરવામાં આવશે. ધોની આ સંપૂર્ણ યોજનાનો હેડ છે અને કોચોની પેનલ લર્નિંગના પ્રકરણનું વિતરણ કરશે
. રિપોર્ટ અનુસાર સાઉથ અફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેરિક કલિનનને આ પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવવામાં આવશે. જેઓ 70 ટેસ્ટ મેચ અને 138 વન ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. આ પહેલા ધોનીએ જ વર્ષ 2017માં દુબઈમાં ક્રિકેટ એકેડમી શરુ કરી હતી. હાલમાં ધોની પોતે પણ એક્ટિવ ક્રિકેટમાં વ્યસ્ત છે,ત્યારે તેથી તે હાલમાં આ એકેડમીમાં વધુ પડતો સમય આપી નથી શકતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news