એરપોર્ટ ઉપર ચેક કર્યું યુવકનું અંડરવેર તો પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ કે.., જોઈને પોલીસ પણ ગોટે ચડી

Gold seized at Jaipur airport: તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં દેશના એરપોર્ટ(Airport) પર તસ્કરો સોનાની સ્મગલિંગ(Gold Smuggling) કરવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે હાલમાં એરપોર્ટ પરથી સોનાની સ્મગલિંગ કરતા એક તસ્કરની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, તસ્કરી કરનાર પણ રોજ રોજ નવી નવી રીત અપનાવીને સુરક્ષા એજન્સીઓ(Security agencies)ની નજરમાંથી બચવાનો રસ્તો કાઢતા હોય છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI ટીમ દ્વારા એક એવા પ્રવાસીને પકડી પાડવામાં આવ્યો છે જે પોતાના પ્રાઇવેટ પાર્ટ(Private Part)માં સોનું સંતાડીને તસ્કરી કરી રહ્યો હતો.

તસ્કરો પોતાનું કામ પાર પાડવા માટે દરરોજ નવી નવી રીતો અપનાવે છે. પરંતુ તેમની ચાલાકી સુરક્ષા એજન્સીઓ સાંભળતી નથી. આવો જ એક કિસ્સો જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Gold seized at Jaipur airport) પર જોવા મળ્યો હતો. જ્યાં શારજાહથી ફ્લાઈટ લઈને જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચેલા એક વ્યક્તિની ડીઆરઆઈની ટીમે ધરપકડ કરી હતી. DRI અધિકારીઓએ દાણચોરના કબજામાંથી કરોડોનું સોનું રિકવર કર્યું છે. જે તે પોતાના અન્ડરવેરમાં છુપાવીને લાવ્યો હતો.

જ્યારે શારજાહાથી એક વિમાન જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું ત્યારે ત્યાં તૈનાત ડીઆરઆઈની ટીમ મુસાફરોની તપાસ કરી રહી હતી. દરમિયાન ટીમ અધિકારીઓને એક મુસાફર શંકાસ્પદ જણાયો હતો. આના પર ટીમે પેસેન્જરની પૂછપરછ કરી. પકડાયા પહેલા, તેણે ટીમને ગેરમાર્ગે દોર્યો હતો અને કોઈપણ પ્રકારની દાણચોરીનો ઇનકાર કર્યો હતો પરંતુ પાછળથી સંપૂર્ણ શોધ દરમિયાન, તેના આંતરવસ્ત્રો અને કમરમાંથી સોનાની પેસ્ટ મળી આવી હતી.

બાદમાં ડીઆરઆઈની ટીમે પેસ્ટને રિફાઈન કર્યું અને તેમાં શુદ્ધ સોનું મળ્યું. જેનું વજન 2 કિલો 700 ગ્રામ છે. દાણચોર પેસ્ટના રૂપમાં છુપાવેલુ સોનુ લાવ્યો હતો. બજારમાં મળેલા સોનાની કિંમત 1 કરોડ 40 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી યુવક ચુરુનો રહેવાસી છે. તે બે વર્ષ પહેલા દુબઈ મજૂરી કામ કરવા ગયો હતો. પરંતુ રાજસ્થાન પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર સોનું પહોંચાડવાનું હતું. પરંતુ તે પહેલા યુવક ડીઆરઆઈની ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. DRIની ટીમે શુક્રવારે આરોપી યુવકને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી. હવે ડીઆરઆઈની ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી સોનું કોને પહોંચાડવા જઈ રહ્યો હતો? આની પાછળ કોણ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *