ગુજરાતની ‘બેટી’ઓએ 269માંથી 172 ગોલ્ડ મેડલ જીત્યા, “બેટી પઢાઓ” સૂત્ર થયું સાર્થક

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસના મોરચે મહિલા સશક્તિકરણનુ સૂત્ર સાચા અર્થમાં સાકાર થયુ હોય તેમ લાગે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા બોયઝ કરતા ગર્લ્સની સંખ્યા ક્યાંય વધી ગઈ…

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસના મોરચે મહિલા સશક્તિકરણનુ સૂત્ર સાચા અર્થમાં સાકાર થયુ હોય તેમ લાગે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા બોયઝ કરતા ગર્લ્સની સંખ્યા ક્યાંય વધી ગઈ છે.હવે જો યુનિવર્સિટીમાં ભણતા સ્ટુડટન્સના રેશિયોની વાત કરવામાં આવે તો ગર્લ્સની સંખ્યા ૫૮ ટકા છે.જ્યારે બોયઝની સંખ્યા ૪૨ ટકા છે.બીજી તરફ ગોલ્ડ મેડલ મેળવવામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગર્લ્સનો દબદબો રહ્યો છે.

એમ એસ યુનિવર્સટીમાંઆ વખતે પણ ૩૦ જાન્યુઆરીએ યોજાનારા વાર્ષિક પદવીદાન સમારોહમાં પણ ગોલ્ડ મેડલ મેળવવામાં ગર્લ્સ પાવર જ જોવા મળશે.મળતી વિગતો પ્રમાણે પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીઓમાં કુલ મળીને ૧૭૦ સ્ટુડન્ટસને ૨૬૯ ગોલ્ડ મેડલ એનાયત થવાના છે.આ પૈકીના૧૭૨ ગોલ્ડ મેડલ ગર્લ્સને અને ૯૭ ગોલ્ડ મેડલ બોયઝને મળશે.

વિવિધ ફેકલ્ટી પ્રમાણે વાત કરવામાં આવે તો ગર્લ્સને સૌથી વધારે ગોલ્ડ મેડલ સાયન્સ ફેકલ્ટીમાં મળશે.જ્યારે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી તેમજ હોમસાયન્સ આ બે એવી ફેકલ્ટીઓ છે જ્યાં ગર્લ્સે ગોલ્ડ મેડલ મેળવવામાં ક્લીન સ્વીપ કરી છે.જ્યારે આર્ટસ, કોમર્સ, મેડિસિન, સોશ્યલ વર્ક, ફાઈન આર્ટસ, જર્નાલિઝમ અને લો એવી ફેકલ્ટીઓ છે જ્યાં ગોલ્ડ મેડલ મેળવવાનારાઓમાં ગર્લ્સની સંખ્યા  બોયઝ કરતા વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *