આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે તો PM પદે મોદી નહીં પણ આ કેન્દ્રીય મંત્રી હશે!? વાંચો વિશેષ અહેવાલ

Published on: 4:01 am, Mon, 28 January 19

જેમ જેમ 2019ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વિશ્લેષકોના મત સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નેતાઓને લઇને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જનતાને સપના દેખાડતા નેતા સારા લાગે છે પરંતુ સપના પુરા નહી થયાં તો જનતા પીટાઇ પણ કરે છે.

તેમણે કહ્યું કે, સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે, પણ દેખાડેલા સપના જો પુરા નહી કર્યાં તો જનતા તેની પીટાઇ પણ કરે છે. તેથી સપના તે જ દેખાડો જે પુરા કરી શકો. હું સપના દેખાડનારાઓમાંનો નથી. હું જે બોલું છું તે 100% પુરા કરું છું.

ઉલ્લેખનિય છે કે, ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ઘણાં સમયથી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ આ પ્રકારના નિવેદનો કર્યાં છે ત્યારે તેમના આ નિવેદને પણ ચર્ચા જગાવી છે. ગડકરીએ એવું પણ કહ્યું હતું કે 2014 માં પ્રચાર દરમ્યાન અમને કહેવામાં આવ્યું હતું કે લાંબા લાંબા વચનો આપજો તેવી સલાહ આપવામાં આવી હતી. જાણકારોનું માનવું છે કે RSS ના અમુક નેતાઓ ઇચ્છી રહ્યા છે કે આગામી NDA સરકારના પ્રધાનમંત્રી નીતિન ગડકરી હોય- નહીં કે નરેન્દ્ર મોદી.

આ  પહેલી વાર નથી કે આવા નિવેદનો આપીને મોદી-શાહ ની જોડીનો ગડકરીએ વિરોધ કર્યો હોય, થોડા સમય અગાઉ પણ નિવેદન કર્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ટીકા કરતા હોય છે. આ સ્થિતિ વચ્ચે જોકે નિતિન ગડકરીએ નેહરુના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે અન્યો તરફ આંગળી કેમ ચીંધો છોપોતાની તરફ કેમ નહીંમને યાદ છે કે જવાહરલાલ નેહરુ હંમેશા કહેતા હતા કે ભારત કોઇ દેશ નહીં લોકોનો એક સમુહ છેજો દરેક વ્યક્તિ કોઇ સમસ્યા જ ઉભી ન કરે તો દેશની અડધી સમસ્યાઓનો તો એમ જ નિકાલ આવી જાય. દરેક વ્યક્તિએ એવું વિચારવું જોઇએ કે તે આ દેશ માટે સમસ્યા ઉભી નહીં કરે. હંુ પણ તેવું જ વિચારવા માગુ છું.

થોડા સમય અગાઉ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે સારુ સારુ બોલવાથી કે ભાષણો આપવાથી ચૂંટણી નથી જીતી શકાતીતમે ગમે તેટલા વિદ્વાન કેમ ન હોવપણ બની શકે કે લોકો તમને મત ન આપે. જો કોઇ એવું વિચારતું હોય કે તેને બધી જ ખબર પડે છે તો તે જુઠો છે. વિશ્વાસ અને અહંકારમાં ફરક હોય છે. તમારે પોતાના પર વિશ્વાસ રાખવો જોઇએ પણ અહંકારથી દુર રહેવું જોઇએ. નોંધનીય છે કે મોદીઅમિત શાહમાં અહંકાર આવી ગયાના આરોપો પણ થઇ રહ્યા છે.