અકસ્માત (Accident)ની વધતી ઘટનાઓમાં એક કિસ્સો વડોદરા (Vadodara)માંથી સામે આવ્યો છે. અહીં, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (MS University)માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો પરીક્ષા(Exam) આપવા જતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વિદ્યાર્થીનીને 5 ટાંકા આવ્યા હતા. જેના કારણે તે હોસ્પિટલ (Hospital)માં સારવાર લઇ કોલેજ પહોંચી હતી. પરંતુ, પરીક્ષામાં બેસવાનો સમય જતા રહ્યો હોવાથી વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેથી વિદ્યાર્થિનીને પરીક્ષા ન આપવા દેતા તે ગેટની બહાર જ રડી પડી હતી.
કોલેજ જતા રસ્તામાં કૂતરું આડું ઉતરતા અકસ્માત:
હાલ કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આ વિદ્યાર્થીની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ કોમર્સ ફેકલ્ટીમાં Ty.Bcomમાં અભ્યાસ કરી રહી છે. જેની પરીક્ષા પણ હાલ ચાલી રહી છે. ત્યારે હિતાક્ષી વૈદ્ય નામની વિદ્યાર્થિની પરીક્ષા આપવા પોતાના ઘરેથી નીકળી હતી. હિતાક્ષી ટુ-વ્હીલર પર આવી રહી હતી એ દરમિયાન મનીષા ચોકડી પાસે અચાનક કૂતરું વચ્ચે આવી જતાં તેનો અકસ્માત સર્જાયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને માઢા પર કુલ 5 ટાંકા આવ્યા હતા. આ સિવાય પગેથી ચલાય તેવી પરિસ્થિતિ પણ ન હતી. છતાં હિતાક્ષી તેની માતાને બોલાવી ડોક્ટરની સારવાર કરાવી જેમતેમ પોતાની પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી.
પરીક્ષામાં મોડું થતા વર્ગખંડમાં પ્રવેશ ન અપાયો:
વિદ્યાર્થીની પરીક્ષામાં એક કલાક મોડી પડી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી. જેથી દુ:ખી થઇ ગયેલી વિદ્યાર્થીની ગેટની બહાર જ રડી પડી હતી. તે સતત કહેતી રહી, એક કલાક પરીક્ષામાં બેસવા દો, હું પાસ થઈ જઇશ, મારું કેરિયર બગડી જશે.’ જો કે યુનિવર્સિટી દ્વારા નિયમ પ્રમાણે મોડી પહોંચી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી અને તે ગેટની બહાર જ રડી પડી હતી.
આ અંગે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડિન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો અંગે કહ્યું હતું કે, પરીક્ષાનો નિયમ છે કે 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવે નહિ. આ સિવાય બીજુ એક કારણ આ પરીક્ષામાં એક જ સળંગ પેપર નથી આપવામાં આવતું, વૈકલ્પિક જવાબોવાળું પ્રશ્નપત્ર આપવામાં આવે છે. જેમાં પહેલા સેક્સનના પ્રશ્નપત્રો સિલ થઇ ગયા બાદ અને તેની ગેરહાજરી પૂરાઇ ગયા બાદ વિદ્યાર્થિનીને પરીક્ષામાં ન બેસાડી શકાય. તેથી આ વિદ્યાર્થીનીને પણ બેસાડી નહોતી.
અકસ્માત જેવા કિસ્સામાં માનવતાના ધોરણે પરીક્ષા આપવા દેવી જોઇએ:
પરીક્ષાના નિયમો અનુસાર જો કોઈ વિદ્યાર્થી અડધા કલાકથી વધુ મોડો આવે તો તેને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવતો નથી. તેનું કારણ એવુ છે કે અડધો કલાક પછી પરીક્ષા ખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓને પાણી પીવા કે વોશ રૂમ માટે જવા દેવાની મંજૂરી અપાય છે. તેથી કોઇ વિદ્યાર્થી બહાર જઇને પેપર લીક કરે તેવી શકયતા રહેતી હોય છે. અકસ્માત જેવો જેન્યુન કેસ હોય અને ફાઇનલ યરની પરીક્ષા હોય તો માનવતાના ધોરણે બેસવાનો મોકો આપવો જોઇએ, આવું કોમર્સ કેફલ્ટીના પૂર્વ ડીન દિનકર નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.