કોરોનાના હાહાકાર વચ્ચે મહેસાણા જિલ્લામાં જીવલેણ ગણાતા મ્યુકોરમાયકોસિસ (Mucormycosis) રોગે લોકોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવીછે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ વવિષયમાં ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિત અથવા સાજા થયેલા દર્દીઓને મ્યુકોરમાયકોસિસ થઈ શકે છે. મ્યુકોરમાયકોસિસ થવા પાછળનું મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ છે. મ્યુકોરમાયકોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝિશિયન્સ પ્રીસ્ક્રાઇબ કરે છે, જે કોવિડ પછી કેટલાંક દર્દીઓમાં જોવા મળતી સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દવાના પુરવઠાને પહોચી વળવા ભારત સરકારે આ દવાનું ઉત્પાદન વધારવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.