માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.
તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં મોરબીના આહીર પરિવારે કચ્છના કાબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા રાખી હતી. તેમણે કહ્યું હતું કે, હે માં જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ.
ત્યારે માનતા માન્યના થોડા જ સમયમાં મોરબીના આ આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓને જન્મ થયો હતો. માં મોગલની કૃપાથી એક જ સાથે દીકરીઓનો જન્મ થવાથી પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. જેને પગલે આ આહીર પરિવાર પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કચ્છના કાબરાઉ મોગલ ધામ આવ્યો હતો. ત્યાં ચારણ બાપુને માનતા પુરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું.
આ દરમિયાન બાપુએ તે સોનાનું છત્ર લઇ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પુરી થઇ ગઈ. સોનાનું છત્ર પાછું મળતા આહીર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો. તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધા ને આપનાર આ માં મોગલ છે. તેની પાસે તો બધું જ છે. માં મોગલને સોનુ ચાંદી નથી જોઈતું. માં મોગલને તો સાચો ભાવ જોઈએ છે. આ તો આપનારી આઈ છે. તેમજ માં મોગલનો આ કોઈ ચમત્કાર ન માનતા તમે જે વિશ્વાસ રાખ્યો તેના લીધે તમારી મનોકામના પૂર્ણ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.