નાનકડા ગામની દીકરી UPSC પાસ કરીને મેળવી ભવ્ય સફળતા, જાણો કયો રેકોર્ડ તોડીને સર્જ્યો વિક્રમ

બિકાનેર(Bikaner): આપણા દેશ ભારતમાં UPSC એ સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા(Exam) પાસ કરવી સરળ નથી. આ જ કારણ છે…

બિકાનેર(Bikaner): આપણા દેશ ભારતમાં UPSC એ સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા(Exam) પાસ કરવી સરળ નથી. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી(Students) કે વિદ્યાર્થીનીઓ UPSC જેવી અઘરી પરીક્ષામાં સફળ થાય છે તો તે પોતાનામાં જ મોટી વાત છે અને તેથી આ પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ સમાચારમાં પણ આવે છે.

વિદ્યાર્થીઓ યુપીએસસી(UPSC) જેવી અઘરી પરીક્ષામાં સફળતા હાંસલ કરીને માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવારનું પણ નામ રોશન કરે છે. આજે અમે તમને એવી જ એક છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચ્યો છે.

અમે જે વિદ્યાર્થીની વાત કરી રહ્યા છીએ તેનું નામ પ્રજ્ઞા જાટ છે. પ્રજ્ઞા આપણા દેશ ભારતના બિકાનેર શહેરમાં એક નાનકડા ગામની રહેવાસી છે. આ નાના ગામમાં રહીને તેણે UPSC જેવી મુશ્કેલ પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાએ તેનું પ્રાથમિક શિક્ષણ બિકાનેરમાં જ મેળવ્યું હતું. જે બાદ તેણે વધુ અભ્યાસ માટે દિલ્હીની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

અહીંથી તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આપણા દેશમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે. જેઓ ઈન્ટરમીડિયેટની પરીક્ષા આપીને એન્જિનિયરિંગ કે ડોક્ટર બનવાનું સપનું જોતા હોય છે. પરંતુ પ્રજ્ઞાએ ક્યારેય એન્જિનિયરિંગ કે ડૉક્ટર બનવાનું સપનું જોયું ન હતું. તેણે શરૂઆતથી જ સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા હાંસલ કરવા વિશે વિચાર્યું હતું. આ જ કારણ છે કે તેણે યુપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરી છે.

તમને જણાવી દઈએ કે તેણે માત્ર UPSC પરીક્ષામાં જ સફળતા નથી હાંસલ કરી, પરંતુ તેણે 91મો રેન્ક મેળવીને પોતાના પરિવારનું નામ પણ રોશન કર્યું છે. UPSC જેવી મુશ્કેલ પરીક્ષામાં સફળતા હાંસલ કર્યા બાદ પ્રજ્ઞાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે કોઈ પણ સંજોગોમાં હિંમત નથી હારી.

એટલું જ નહીં, પરંતુ તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને એક વાત સમજાવી અને કહ્યું કે જો તેઓ કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે, તો તેમણે હિંમત હારવી જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાએ બે વાર પ્રિલિમ ક્લીયર કર્યું હતું. પરંતુ તે આગળ ન વધી શકી પરંતુ ત્રીજા પ્રયાસમાં તેણે ઈતિહાસ રચી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *