વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ માંના એક મુકેશ અંબાણી(Mukesh Ambani) પોતાનું 16 લાખ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પિતા ધીરુભાઈ અંબાણીના (Dhirubhai Ambani) અવસાન બાદ તેમના પુત્ર અને પુત્રી વચ્ચે ભાઈ અનિલ અંબાણી (Anil Ambani) સાથે હિસ્સાની વહેંચણીને લઈને વિવાદ ન થાય. આવી સ્થિતિમાં મંગળવારે મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના (Reliance Jio) ડાયરેક્ટર પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું છે. રિલાયન્સ જિયોના બોર્ડે તેમના પુત્ર આકાશ અંબાણીની (Akash Ambani) બોર્ડના અધ્યક્ષ(Chairman) તરીકે નિમણૂક કરી છે.
પંકજ મોહન પવાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. 27 જૂને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડે કંપનીના વધારાના ડિરેક્ટર તરીકે રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરીની નિમણૂકને પણ મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક 27 જૂન 2022 થી 5 વર્ષ માટે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર BSE પર 1.49% વધીને રૂ. 2,529 પર બંધ થયો હતો.
28 ડિસેમ્બર 2021ના રોજ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસના અવસર પર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ‘યુવાન પેઢી હવે નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. હવે હું ઉત્તરાધિકારની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગુ છું. આપણે નવી પેઢીને માર્ગદર્શન આપવું જોઈએ. તેમને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણે બેસીને તાળીઓ પાડવી જોઈએ.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ‘હું દરરોજ રિલાયન્સ માટે યુવાઓના જુસ્સા, પ્રતિબદ્ધતા અને સમર્પણને જોઈ અને અનુભવી શકું છું. મને તેમનામાં એ જ આગ અને ક્ષમતા દેખાય છે જે મારા પિતાએ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની અને ભારતના વિકાસમાં યોગદાન આપવાનું હતું. આ વિશાળ તકનો લાભ લેવાનો અને રિલાયન્સના ભાવિ વિકાસનો પાયો નાખવાનો સમય આવી ગયો છે.
તેણે કહ્યું હતું કે, ‘રિલાયન્સની શરૂઆત ટેક્સટાઈલ કંપની તરીકે થઈ હતી. હવે ઘણા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેની ઓઈલ ટુ કેમિકલ કંપની હવે રિટેલ, ટેલિકોમ, ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં નંબર વન છે. અમે અમારા ઉર્જા વ્યવસાયને પણ સંપૂર્ણપણે સુધારી લીધો છે, હવે રિલાયન્સ સ્વચ્છ અને ગ્રીન એનર્જી અને સામગ્રીમાં વૈશ્વિક અગ્રણી બનવા માટે તૈયાર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. ધીરુભાઈનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી છે. જ્યારે તેઓ બિઝનેસની દુનિયામાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારની સંપત્તિ ન હતી અને બેંક બેલેન્સ પણ નહોતું. ધીરુભાઈના લગ્ન 1955માં કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ-અનિલ અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈના અવસાન બાદ તેમની મિલકતની વહેંચણીમાં તેમની પત્ની કોકિલાબેને મુખ્ય ભૂમિકા ભજવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.