પહેલા વિલા, હવે હવેલી… મુકેશ અંબાણીએ દુબઈમાં 1352 કરોડોમાં ખરીદ્યું સૌથી મોંઘુ ઘર

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં, રિલાયન્સ (Reliance Chairman) ના ચેરમેને ભૂતકાળમાં દુબઈ (Dubai) માં $80 મિલિયનમાં રહેણાંક મિલકત ખરીદી હતી અને હવે તેના કરતાં બમણી કિંમતે વૈભવી હવેલી ખરીદી છે. આ હવેલીની કિંમત લગભગ $163 મિલિયન જણાવવામાં આવી રહી છે.

$163 મિલિયન ડોલરનો સોદો
રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ થોડા મહિનામાં દુબઈમાં આ બીજી મોટી રિયલ એસ્ટેટ ડીલ કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા અઠવાડિયે રિલાયન્સના ચેરમેને કુવૈતી ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ $163 મિલિયનમાં પામ જુમેરાહ હવેલી ખરીધી છે. જેમાં નામ ન આપવાની શરતે આ મામલાના એક નિષ્ણાતને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

સૌથી મોટી ડીલમાં સામેલ છે આ ડીલ…
મુકેશ અંબાણીની આ ડીલને દુબઈની સૌથી મોંઘી રેસિડેન્શિયલ ડીલ તરીકે ઓળખવામાં આવી રહી છે. કુવૈત સ્થિત બિઝનેસ સમૂહ અલશાયા પાસે સ્ટારબક્સ, H&M અને વિક્ટોરિયા સિક્રેટ સહિતની મુખ્ય રિટેલ બ્રાન્ડ્સ માટે સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પામ જુમેરાહમાં પ્રોપર્ટી ખરીદ્યા બાદ દુનિયાના બીજા ઘણા અમીર લોકો આ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા માટે સ્પર્ધામાં ઉતર્યા છે.

રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ દુબઈમાં જે જુમેરાહ હવેલી ખરીદી છે તે વિલાથી થોડે દૂર સ્થિત છે જે તેણે આ વર્ષની શરૂઆતમાં $80 મિલિયનમાં ખરીદ્યું હતું. અગાઉના બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 2022 ની શરૂઆતમાં, મુકેશ અંબાણીએ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને પામ જુમેરાહ બીચ પર આ વિલા ખરીદ્યો હતો.

આકાશ અંબાણી માટે યુકેમાં ઘર
ગયા વર્ષે, રિલાયન્સ ગ્રુપે યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે $79 મિલિયન ખર્ચ્યા હતા. આમાં જ્યોર્જિયન યુગની હવેલીનો સમાવેશ થાય છે, જે મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણી માટે ખરીદ્યો હતો. તે જ સમયે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી હવે ન્યૂયોર્કમાં પણ મોટી પ્રોપર્ટી શોધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *