બે મંત્રીઓએ કેન્દ્રીય કેબીનેટ માંથી આપ્યા રાજીનામાં- PM મોદી પણ તેમની કામગીરીના કરતા હતા ભરપેટ વખાણ

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. તેઓ કેન્દ્રીય લઘુમતીનું પદ સંભાળતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ નકવીએ રાજીનામું આપ્યું હતું. નકવીએ આજે ​​તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રી તરીકે નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, આજે સ્ટીલ મંત્રી આરસીપી સિંહ માટે કેબિનેટની છેલ્લી બેઠક પણ હતી.

આ બેઠકમાં પીએમ મોદીએ બંને કેન્દ્રીય મંત્રીઓને વિદાય આપતા કહ્યું કે, બંનેએ મંત્રી રહીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ બંને મંત્રીઓનો રાજ્યસભાનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી તેમને મોટી જવાબદારી આપી શકે છે.

આ ઉપરાંત, મોદી કેબિનેટમાં JDU ક્વોટાના મંત્રી આરસીપી સિંહનો કાર્યકાળ પણ ગુરુવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈપણ ગૃહના સભ્ય નહીં રહે. જો કે તેઓ સાંસદ વગર છ મહિના સુધી મંત્રી રહી શકે છે, પરંતુ પીએમ મોદીએ કેબિનેટને વિદાય આપી છે.

8 વર્ષ સુધી મોદી કેબિનેટ રહ્યા મુખ્તાર 
નકવી 2010 થી 2016 સુધી યુપીથી રાજ્યસભાના સભ્ય હતા. 2016માં તેમને ઝારખંડથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નકવી 1998માં પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે પછી, 26 મે 2014 ના રોજ, તેઓ મોદી સરકારમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 12 જુલાઈ 2016 ના રોજ નજમા હેપતુલ્લાના રાજીનામા પછી, તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો મળ્યો. 30 મે 2019 ના રોજ, મોદી કેબિનેટમાં જોડાયા અને લઘુમતી બાબતોનું મંત્રાલય રહ્યું.

હાલમાં ઉપરાષ્ટ્રપતિ-રાજ્યપાલ માટે નામની ચર્ચા 
હાલમાં બંનેના ભવિષ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. નકવીનું નામ ઉપરાષ્ટ્રપતિથી લઈને રાજ્યપાલ કે અન્ય ઘણા રાજ્યોના એલજી સુધી ચાલી રહ્યું છે. આરસીપી સિંહ ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. એક દિવસ પહેલા જ ભાજપે સ્પષ્ટતા કરી હતી કે RCP હજુ સુધી પાર્ટીમાં જોડાયો નથી. જો આરસીપી સિંહ ભાજપમાં જોડાય છે, તો તે જેડીયુને પસંદ નહીં આવે. જો કે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેશન માટેની સાત સીટો ખાલી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશન શરૂ થઈ ગયું છે. એનડીએ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *