આંખે અંધારા લાવી દેતો અકસ્માત- રોંગ સાઈડમાં આવતી કારે અચાનક પલટી મારી અને પછી જે થયું… જુઓ LIVE વિડીયો

પીલીભીત(Pilibhit)માંથી એક ખતરનાક અકસ્માતના(CCTV) સામે આવ્યા છે. અહીં ટનકપુર(Tanakpur) હાઈવે પર એક કાર સ્પીડમાં જઈ રહી હતી. અચાનક તેણે યુ ટર્ન લીધો અને એક બાઇક…

પીલીભીત(Pilibhit)માંથી એક ખતરનાક અકસ્માતના(CCTV) સામે આવ્યા છે. અહીં ટનકપુર(Tanakpur) હાઈવે પર એક કાર સ્પીડમાં જઈ રહી હતી. અચાનક તેણે યુ ટર્ન લીધો અને એક બાઇક સવારને કારે જોરદાર ટક્કર મારી. બાઇક સવાર કારની સામેની દિશામાં આવી રહ્યો હતો. ટક્કર થતાં જ બાઇક સવાર રોડની બાજુમાં ખાડામાં પડી ગયો હતો. ઘટના બાદ ત્યાં હાજર લોકો ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ(Hospital) લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, પીલીભીતના રહેવાસી સલાઉદ્દીન ખાતિમા પોલીટેકનિક કોલેજમાં નોકરી કરે છે. બુધવારે સાંજે જ્યારે સલાહુદ્દીન પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. કારની ટક્કર બાદ બાઇક સવાર ખાડામાં પડ્યો હતો. આ પછી એક વ્યક્તિ કારમાંથી બહાર આવ્યો. તેણે ત્યાં જઈને જોયું અને તે પછી તે ત્યાંથી ભાગી ગયો. કારમાં અન્ય કેટલાક લોકો પણ બેઠા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક નાબાલિક કાર ચલાવી રહ્યા હતા. જેના કારણે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ કારમાં સવાર તમામ લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘાયલને ગંભીર હાલતમાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *