ભારત સરકારની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ શહેરી બે ધર લોકો માટે આશ્રયસ્થાનો બનાવવાની અદભુત પહેલ શરૂ કરી છે. આયોજનના મુખ્ય હેતુ ફૂટપાથ પર રહેનાર લોકો માટે એવા આવાસો ઉભો કરવાનો છે જેને તેઓ “ઘર” કહી શકે. આ માટે ઉમરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ શેલ્ટર હોમને લાભાર્થીઓ સુધી પહોચાડવાનું બીડું ઝડપ્યું છે. અને નિરાશ્રીતોને આ યોજના હેઠળ આશ્રય અપાવી રહ્યા છે.
હાલમાં શહેરના ચાર જુદા-જુદા વિસ્તારોમાં આવા આશ્રયસ્થાનો છે. આ તમામમાં નિરાશ્રીતો માટેની ક્ષમતા તે બધામાં જુદી જુદી છે. અલથાણ આશ્રયસ્થાનમાં બેઘર લોકોને સમાવવાની ક્ષમતા 384 છે, ભેંસાણમાં 528 છે,એસ.એમ.આઇ.એમ.આર માં 157 છે, જ્યારે રાંદેરમાં કુલ રહેવાની ક્ષમતા 380 છે. આ હાલ માં ફૂલ ક્ષમતા 1449 છે જે ભવિષ્યમાં વધારવાની યોજના પહેલાથી જ અમલમાં છે.
આ આશ્રય સ્થાન વિષે વાત કરતા હર્ષ સંઘવી જણાવે છે કે, આ જે સુશોભિત ઇમારતો આપ જુઓ છો તે કોઈ ખાનગી સંપત્તિ નથી. તે શહેરી બેઘર લોકો માટેના આશ્રયસ્થાનો છે. આ સેન્ટર હોમ નો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ અને સુરત શહેરમાં ફૂટપાથ અને બ્રિજ નીચે રહેતા લોકોને આ જગ્યાએ કાયમી નિવાસ કરાવવા માગીએ છીએ.
આશ્રય સ્થાનોમાં રહેનારા લોકોમાં મોટાભાગે એવા બાળકો હોય છે જેઓ ફ્લાયઓવર નીચે ફૂટપાથ પર રાત દિવસ વિતાવે છે, સ્ત્રીઓને રસ્તાઓ પર રહેવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં તેઓ કપડાં બદલી શકે તેરી ખાનગી જગ્યાની તેમને શોધ કરવી પડે છે અને સંડાસ બાથરૂમ ની શોધ માં ઘણા કિલોમીટર સુધી ચાલવા મજબૂર હોય છે. તેમાંથી ઘણી સગર્ભા સ્ત્રીઓ પણ છે જેમને કોઇ સલામતી વિના ફૂટપાથ પર રહેવાની ફરજ પાડવામાં આવે છે.
આશ્રિતો માટે આજીવિકા ની તકો, સરકારી લાભો અને સામાજિક સુરક્ષા યોજનાઓ પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સમયાંતરે જુદા જુદા સત્રો પણ કરવામાં આવે છે.એસ.એમ.આઇ.એમ.આર આશ્રયસ્થાન માં રહેતી મહિલાઓ લોકડાઉન દરમિયાન જમવાનું પૂરું પાડતી એનજીઓ ને ટેકો આપવા રોટલીઓ બનાવતી હતી. ઘણી વખત પુરુષોએ પણ ભોજન રાંધવામાં મદદ કરી.
આશ્રય સ્થાનો શિક્ષણ પણ આપે છે,જે તમામ બાળકોનો મૂળભૂત અધિકાર છે. સ્વયંસેવક આધારિત સખાવતી સંસ્થા યુ એન્ડ આઇ સાથે મળીને એસએમસી તેના આશ્રિતોને વર્ચ્યુઅલ રીતે શિક્ષણની સુવિધા આપે છે.10 વર્ષ થી ઉપરના કુલ 22 બેઘર બાળકો ઓનલાઇન વર્ગો માં ભાગ લે છે. મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેકટીવિટી જેવા જરૂરી સાધનો પણ તેમના અભ્યાસ ને ટેકો આપવા માટે પૂરા પાડવામાં આવે છે.બાળકો ને સ્ટેશનરી અને અન્ય અભ્યાસ સામગ્રી ની કીટ પણ આપવામાં આવે છે.
તેમને રોજગારશ્રમ કુશળતા શીખવા માટે ઘણી વર્કશોપ પણ કરવામાં આવે છે, જેથી તેઓ પૈસા કમાઈ શકે છે અને પોતાને આત્મનિર્ભર બનાવી શકે છે. પેપરબેગ બનાવવું, સ્ટોન સ્ટિચિંગ કરવું, માસ્ક બનાવવા, દિવાળી લેમ્પ શણગારવા વગેરે જેવા વર્કશોપ માં આશ્રય સ્થાનોમાં અનેક સ્થાનિક એનજીઓ સાથે મળીને યોજવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ સ્થાનિક કારીગરોની કલાને માત્ર વેગ આપવા માટે જ નહીં પણ એક વિશ્વાસ વધારનાર તરીકે પણ કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.