ગુજરાત(Gujarat): મૂળ સામખિયાળી(Samakhiyali)ના અને હાલ મુંબઈ(Mumbai)ના ઘાટકોપર(Ghatkopar)માં રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની પરિવાર સાથે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પ્રખ્યાત ભેળાઘાટ(Bhelaghat) ફરવા માટે ગયા હતા. જ્યાં તેમના પત્ની અને થનાર પુત્રવધુનું અકસ્માતે નર્મદા નદીના તેજ પ્રવાહમાં સેલ્ફી લેવા જતા તણાઈ જવાને કારણે કરુણ મોત થયાની ઘટના સામે આવતા ચક્ચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે કચ્છ અને મુંબઇ સોની સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
આ દરમિયાન બન્નેએ સંતુલન ગુમાવતા નર્મદા નદીમાં સેલ્ફી લેતા લેતા પડી ગયા હતા. ઝડપભેર વહેતા પાણીમાં સાસુ અને થનાર પુત્રવધુ બન્ને તણાઈ ગયા હતા. ઘટનાના પગલે ઉપસ્થિત જન સમૂહમાં અફરાતફરી મચી જવા પામી હતી અને પાણીમાં વહેતા બન્ને મહિલાઓને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. સાસુ હંસાબેનને બચાવ કામગીરી દરમિયાન કિનારે લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના શ્વાસ થંભી ગયા હતા. જ્યારે રિદ્ધિબેનનો મૃતદેહ કલાકોની જહેમત બાદ નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકમાં જે સાસુ છે એમનું પિયર પક્ષ અંજાર છે અને એમના ભાઈ અંજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે.
ગોઝારી દુર્ઘટનાના સાક્ષી રહેલા પિતા પુત્ર ઘટના બાદ હોંશ ખોઈ બેઠા હતા. સ્થાનિક લોકો અને પોલીસે તેમને સાંત્વના અને હિંમત આપી માનસિક આઘાતમાંથી બહાર લાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બન્ને મૃતકોના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ સગા સંબંધી વર્ગ દ્વારા રૂબરૂ પહોંચી મુંબઇ પહોચાડવામાં આવ્યા હતા. જ્યાં અલગ અલગ સ્થળે સાંજે 6 વાગ્યે બંનેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.