મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરતા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના સહિત હસ્તીઓ પર કાર્યવાહી થઈ છે. મુંબઈના એક ક્લબમાં પાર્ટી કરી રહેલા 34 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા 34 લોકોમાં ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને અન્યનો સમાવેશ થાય છે. જોકે પાછળથી સુરેશ રૈના અને ગુરુ રંધાવાને બેલ મળી ગઈ હતી. આ સિવાય કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમના વિશે માહિતી આપી નથી, પરંતુ બાદમાં તેમને બેલ પર છૂટા કરવામાં આવ્યા હતા.
મુંબઈના એરપોર્ટ નજીક JW મેરીયટ હોટલની ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ બધાની વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાઈ છે. સુરેશ રૈના અને રંધાવા એ 34 લોકોમાં હતા, જેમને પોલીસે ક્લબમાં રેડ પાડીને ગિરફ્અતાર કર્યા હતા.
તે બધા પર કોરોનાનો નિયમ ભંગ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ રાતના કર્ફ્યુ પછી પણ આ ક્લબમાં એક ખૂબ જ હાઈપ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી. મુંબઈમાં નાઇટ કર્ફ્યુ લાગુ છે. આ પછી સવારે 3:30 વાગ્યાની આસપાસ ક્લબ પર રેડ પડી હતી. ક્લબમાં 34 લોકો હાજર હતા.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રૈના સિવાય અન્ય સ્ટાર્સ ક્લબના પાછળના દરવાજાથી ભાગી ગયા હતા. મુંબઈ પોલીસે તમામ પર કલમ 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સુરેશ રૈના સહિત આ હસ્તીઓ સામે આઈપીસીની કલમ 188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં હજી પણ લોકડાઉનનો નિયમો ચાલુ છે. આ અંતર્ગત રાત્રે 11 વાગ્યા પછી કોઈપણ પ્રકારની પાર્ટી અથવા જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીથી આ પાર્ટીમાં 19 લોકો આવ્યા હતા. બીજા લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના રહેવાસી હતા. તેમા મોટાભાગના લોકોએ દારૂ પીધો હતો.
મળતી માહિતી અનુસાર, રેડ દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, સુઝાન ખાન ત્યાં હાજર હતા. પોલીસએ જણાવ્યું હતું કે, રેડ દરમિયાન એક મોટો ગાયક પાછળના ગેટ પરથી ભાગી ગયો હતો. આમાં બાદશાહનું નામ પણ સામે આવ્યું છે.
1897 ના મહામારીના કાયદાની કલમ 3 માં જણાવ્યુ છે જો કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને સરકારની કાનૂની સૂચનાઓ અને નિયમોનું ભંગ કરે છે, તો તેને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજા થવી જોઈએ.
જણાવી દઈએ કે, 15 ઓગસ્ટે પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. આ પછી, સુરેશ રૈના આઈપીએલની 2020 સીઝન માટે દુબઇ ગયો હતો, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા ઘરે પરત આવ્યો હતો. તેમની અને સીએસકે ફ્રેન્ચાઇઝી વચ્ચેનો વિવાદ પણ સામે આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle