જાણો કેમ અક્ષય ખન્નાનાં લગ્ન કરિશ્મા કપૂર સાથે થતાં થતાં રહી ગયાં- કારણ એટલું ચોંકવનારૂ છે કે…

Published on: 11:20 am, Mon, 29 March 21

હાલમાં બોલીવુડ ફિલ્મ જગતમાંથી એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. પ્રખ્યાત અભિનેતા અક્ષય ખન્નાને હાલમાં કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે તેની કારકિર્દીમાં અનેક ફિલ્મો આપી છે જેથી તેનાં અભિનયને એક અલગ ઓળખ મળી છે. અક્ષય ખન્ના એ દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનો દીકરો છે.

આપને જણાવી દઈએ કે, અક્ષયનો જન્મ 28 માર્ચ વર્ષ 1975 માં થયો હતો. તેમણે બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 1997 માં આવેલ ફિલ્મ ‘હિમાલય પુત્ર’ થી કરી હતી. ફીલ્મી કારકિર્દીની સાથે જ અક્ષયની પર્સનલ લાઇફ પણ ઘણીવાર ચર્ચામાં છવાયેલી રહે છે.

અક્ષયના લગ્ન અભિનેત્રી કરિશ્મા કપૂરની સાથે થતા થતા રહી ગયા હતાં. હાલમાં અમે આપને તેના જીવન સાથે સંકળાયેલ કેટલીક વિશેષ બાબતો વિશે જણાવીશું. ‘હિમાલય પુત્ર’ થી ફિલ્મી કારકીર્દીની શરૂઆત કરનાર અક્ષય ખન્નાની બીજી ફિલ્મ ‘બોર્ડર’ હતી. આ ફિલ્મ બોપ્ડર ખુબજ લોકપ્રિય સાબીત થઇ હતી.

જો કે, અક્ષયને ખરી ઓળખ તો ફિલ્મ ‘તાલ’થી મળી હતી. આ ફિલ્મ વર્ષ 1999માં આવી હતી તેમજ ખુબ સુપરહિટ સાબીત થઇ હતી. ફિલ્મમાં અક્ષયે અભિનેત્રી એશ્વર્યા રાયની સાથે રોમાંસ કર્યો હતો. ‘ફિલ્મ દિલ ચાહતા હૈ’ માટે અક્ષય ખન્નાને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

ત્યારપછી અક્ષયે હમરાઝ, હંગામા, હલચલ, રેસ તથા દહક જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. અક્ષયનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે ચર્ચામાં રહ્યુ હતું. જો કે, લગ્નની વાત તો કરિશ્મા કપૂર સાથે ચાલી રહી હતી. કરિશ્માના પિતા રણધીરે વિનોદ ખન્નાના ઘરે માંગુ મોકલ્યુ હતુ.

જો કે, આ સંબંધમાં કરિશ્માની માતા બબીતા વચ્ચે આવી ગઇ હતી. આ દરમિયાન કરિશ્મા મોખરાની અભિનેત્રી ગણાતી હતી. બબીતા નહોતી ઇચ્છતી કે, કરિશ્મા આવા સફળતાના સમયમાં લગ્ન કરીને બધુ છોડી દે. અક્ષયે એક વાર તેના લગ્નની વાત લઇને જણાવ્યુ હતુ કે, મને બાળકો પસંદ નથી જેથી મે આજદિન સુધી લગ્ન કર્યા નથી. મને એકલાં જ રહેવુ ગમે છે. હું થોડા સમય જ કોઇ સંબંધમાં રહી શકુ છુ તથા લાંબા બંધનથી ખુબ અકળામણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.