તારક મહેતાના ચાહકો માટે સૌથી મોટા દુઃખના સમાચાર: જેની મિત્રતાના ચારેબાજુ ગુણો ગવાય છે તે બંને વચ્ચે જ થયો મોટો…

છેલ્લા 10 કરતાં પણ વધારે સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આની સાથે-સાથે જ આ ટીવી શો અનેક વર્ષોથી નાના પડદે રાજ કરી રહ્યો છે. હાલમાં જ આ ટીવી શોના યુનિટે 3,100 એપિસોડ પૂર્ણ થયાની ઉજવણી પણ કરી હતી. દર્શકોનું ખુબ મનોરંજન કરતો હોવાને લીધે આ ટીવી શો વર્ષોથી TRPની રેસમાં મજબૂત પકડ ધરાવી રહ્યો છે.

મળી રહેલ જાણકારી મુજબ સેટ પર શૈલેષ લોઢા તથા દિલિપ જોશી એકબીજા સાથે વાતચીત કરતા નથી. બંનેની વચ્ચે અંતર આવી ગયું છે. દિલિપ જોશી તથા શૈલેષ લોઢા એક બીજાથી અંતર જાળવે છે. તેઓ આવે છે તેમજ પોત-પોતાના સીન સાથે શૂટ કરે છે.

ત્યારપછી બંને પોતાની વેનિટી વાનમાં જતા રહે છે. બંનેની વચ્ચે ભૂતકાળમાં કોઈ મનમોટાવ થયો છે કે, જેના પર બંને વાત કરવાનું પસંદ કરી રહ્યાં નથી. બંને સાથે કામ કરે છે, શૂટ કરે છે પણ વાતચીત કરી રહ્યાં નથી. શૈલેષ લોઢા તથા દિલ્પી જોશી ખુબ પ્રોફેશનલ છે.

તેમની કામ કરવાની રીતથી ક્યારેય પણ તમે અંદાજો નહીં લગાવી શકો કે, બંનેની વચ્ચે કોઈ મનમોટાવ હશે કે, જેનાથી ખબર પણ નહીં પડે કે રીયલ લાઈફમાં બંને એકબીજાની સાથે વાતચીત કરતા નથી. જ્યારે હકીકતમાં તો બિલકુલ ઉલ્ટુ છું. બંને એકબીજાને જોઈને હસતા પણ નથી. બંને માત્ર પોતાનું કામ કરે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *