હાલના સમયમાં ચોરીની ઘટનાએ વેગ પકડ્યો છે. નવા નવા પેતરા કરીને લાખો કરોડોનો માલ આંખનો પલકારો મરતા જ ગાયબ કરી દેતા લોકો ઝડપાયા છે. હાલમાં પણ એવી જ એક ઘટના મુંબઈ માંથી સામે આવી છે. મુંબઈમાં રહેતો એક પરિવાર ચોરી કરવાનો જ ધંધો કરે છે. મા દીકરો સહિત દીકરાની ઘરાવલી પણ આ ધંધામાં સામીલ છે. સમગ્ર ઘટના જાણી તમને પણ આંખે અંધારા આવી જશે.
મહારાષ્ટ્ર સિવાય પણ તેમણે તેલંગાણા અને છત્તીસગઢમાં જ્વેલરીની દુકાન સાફ કરી નાખી છે. મલાડ વેસ્ટમાં કુરાર પોલીસ મથકની પોલીસને આ વિસ્તારમાં આવેલા દાગીનાની દુકાનમાં ચોરી કર્યા બાદ એક જ પરિવારના 6 સભ્યોને પકડવામાં સફળતા મળી છે. ચોરોના આ પરિવારના ત્રણ સભ્યો હજી પણ ફરાર જ છે.
મુંબઈ, મલાડ પૂર્વ કુરાર પોલીસે દાગીનાની દુકાનમાં ચોરી કરતી ચોર ગેંગને પકડવામાં સફળતા મળી છે. આ ચોરીના ધંધામાં આખો પરિવાર સામેલ હતો. ધરપકડ બાદ આ પરિવારે કબૂલાત કરી છે કે મહારાષ્ટ્ર સહિત ડઝનેક વિસ્તારો ઉપરાંત છત્તીસગઢ, તેલંગાણામાં ઝવેરાતની દુકાનમાં પણ ચોરી કરી ચુક્યા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, કુરાર પોલીસે ચોર પરિવારના છ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણ અન્ય લોકો ફરાર હોવાનું જણાવાયું છે.
13 જાન્યુઆરી 2021 ના રોજ પોલીસે કુરાર વિસ્તારમાં મયુર જ્વેલર્સએ 10 તોલા સોનાના દાગીનાની ચોરીની જાણ કરી હતી. દુકાનના માલિકે પોલીસને જણાવ્યું કે, 13 જાન્યુઆરીના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ કેટલાક લોકો કાળા પીળા રંગની ટેક્સીમાં દુકાન પર આવ્યા હતા. ત્રણ લોકો થોડા સમય માટે સોનાના દાગીના જોયા પછી ચાલ્યા ગયા. તે ગયા પછી અહિયાં જાણ થઇ હતી કે, જ્વેલર્સ માંથી સોનાની ચોરી થઇ છે. અને આ ચોરીની કોઈને પણ જાણ પણ નથી. ચોરીની ઉપરોક્ત ઘટના દુકાનમાં સ્થાપિત સીસીટીવીમાં પણ નોંધાઈ હતી. તે જ આધારે, કુરાના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રકાશ વાલેની આગેવાનીમાં પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરોની આ ગેંગ પુનાની રહેવાસી છે. પોલીસે કુર્લાથી ટેક્સી ડ્રાઈવર આશુતોષ મિશ્રાની ધરપકડ કરી હતી, જેમાં રેખા હેમરાજ વાણી (45 વર્ષ), અક્ષય હેમરાજ વાણી (19 વર્ષ), શેખર હેમરાજ વાની (28 વર્ષ), રેણુકા શેખર વાણી (23 વર્ષ), નરેન્દ્ર અશોક સાલુન્ફે (35 વર્ષ). અક્ષય અને શેખર બંને રેખાના પુત્રો છે. રેણુકા શેખરની પત્ની છે.
પોલીસે જણાવ્યું કે આ તમામ કેસ મુંબઈ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 50 થી વધુ ચોરીના કેસોમાં નોંધાયા છે. આરોપી પાસેથી 1 લાખ 90 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા છે. હાલમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle