મુંબઈ (Mumbai) ની સંગીતાની આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં આવે. મુંબઈની સંગીતા જેણે માત્ર 2500 રૂપિયાથી પોતાનો બિઝનેસ (Business) શરૂ કર્યો હતો અને આજે તે પોતાનું રેસ્ટોરન્ટ (Restaurant) ચલાવી રહ્યા છે. તેણે આ સફર બ્રેડ વેચીને શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે પોતાની ‘ટિફિન સર્વિસ’ પણ શરૂ કરી હતી. ત્યાર પછી વડાપાંઉનો નાનો સ્ટોલ પણ ઊભો કર્યો. જયારે સંગીતા હંમેશા પોતાની એક રેસ્ટોરન્ટ ખોલવા માંગતી હતી અને હવે તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે અને કહ્યું છે કે, જેઓ કોશિશ કરે છે તે ક્યારેય હાર માનતા નથી. જયારે સંગીતાની આ મહીનત ઘણાને પ્રેરણા આપી રહી છે.
ખિસ્સામાં માત્ર 2500 રૂપિયા હતા!
સંગીતાએ આ રસોડું માત્ર 2500 રૂપિયાથી શરૂ કર્યું હતું, કારણ કે તે સમયે સંગીતા અને તેના પતિની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેની પાસે નાનકડું રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે પણ પૂરતા પૈસા નહોતા. પરંતુ તેમ છતાં તેણે હાર ન માની અને સખત મહેનત ચાલુ રાખી, જેનું પરિણામ હાલ સૌની સામે છે.
સંગીતાના કિચનની આ કહાની 4 વર્ષ પહેલાં તેના મિત્રોની મદદથી શરૂ થઈ હતી. ત્યાર પછી જ્યારે રેસ્ટોરન્ટમાં સારી કમાણી શરૂ થઈ, ત્યારે તેણે તેની લોન ચૂકવવાનું શરૂ કર્યું હતું. સંગીતાએ તેના રસોડાની સફળતા માટે સખત મહેનત કરી. તેનો રેસ્ટોરન્ટમાં અકસ્માત પણ થયો હતો, જેમાં તેના હાથ-પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમ છતાં તેણે હાર માની ન હતી.
આ રેસ્ટોરન્ટ બનાવવા માટે સંગીતાએ ખુબ જ મહેનત કરી છે. તમને ‘સંગીતા કી રસોઈ’માં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ થાળી ખાવા મળશે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો યુટ્યુબ પર ‘સ્વદ ઓફિશિયલ’ નામની ચેનલ પરથી શરૂ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 5.4 હજાર લાઈક્સ અને 1 લાખ 56 હજાર મળી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.