મુનવ્વર રાણાએ અમિત શાહ ઉપર લગાવ્યો આ ગંભીર આરોપ, કહ્યું: મારી દીકરીઓ સાથે…..

પ્રખ્યાત ઉર્દૂ શાયર મુનવ્વર રાણા હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પર 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.નાગરિકતા સંશોધન અધિનિયમ વિરુદ્ધ લખનઉમાં પ્રદર્શનો દરમ્યાન તેમાં ભાગ લેવા પર રાણાની દીકરીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

મુનવ્વર રાણા એ સવાલ કર્યો કે મારી દીકરીઓ સુમૈયા અને ફૌજીયા વિરુદ્ધ 144 ના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. પરંતુ અમિત શાહ વિશે શું કહેશો, જેમણે મંગળવારે રાજધાનીમાં હજારો લોકોને સંબોધિત કર્યા? આ જનસભામાં નિશ્ચિત રીતે 4 લોકોથી વધારે વ્યક્તિઓ હતા.

બે અલગ અલગ વ્યક્તિઓ માટે એક જ કાયદો અલગ અલગ કેમ?

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ચંદ્રમોહન એ તર્ક કર્યો છે કે સભામાં માણસો એકઠા કરવા માટે કાયદાકીય પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ જ્યારે સવાલ કર્યો કે શું ફાયદો તોડવાની અનુમતિ આપવામાં આવી હતી?

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ રાણા નું સમર્થન કરતા કહ્યું કે,’ધારા 144 કેન્દ્રીય ગૃહમંત્રી માટે કેમ નથી? 144 ના ઉલ્લંઘન માટે સામાન્ય માણસો ની અટકાયત કરી લેવામાં આવે છે.પરંતુ જ્યારે સત્તામાં રહેલી ભાજપની વાત હોય ત્યારે પ્રશાસન રાજીખુશીથી તેમને કાયદો તોડવાની અનુમતિ આપી દે છે.’

આના વિશે પૂછવામાં આવ્યું ત્યારે લખનઉના જિલ્લા અધિકારી અભિષેક અગ્રવાલે કહ્યું કે સભાની પરવાનગી કાયદાકીય રીતે આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે નગર નિગમ, લોક નિર્માણ વિભાગ અને પોલીસ સહિત અન્ય વિભાગો પાસેથી પણ જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી.

રાણા એ સવાલ કર્યો છે કે આ દેશોના ઉલ્લંઘન કરવા પર ગૃહમંત્રી અમીત શાહ વિરુદ્ધ કેસ ક્યારે દાખલ કરવામાં આવશે?

તેમણે કહ્યું કે જો અમિત શાહની રેલી યોગ્ય બતાવવામાં આવી છે તો છીએ અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર ના વિરોધમાં તેમની દીકરીઓ અને અન્ય પ્રદર્શનકારીઓ ઉપર કેસ દાખલ કરવાની પ્રક્રિયા અન્યાય છે.

સોમવારની રાત્રે કથિત રૂપથી 144 નું ઉલ્લંઘન કરવા પર જે 160 લોકો પર નામી-અનામી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેમાં રાણા ની દીકરીઓ પણ શામેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *