મોતનો ખૌફનાક મંજર કેમેરામાં થયો કેદ- જુઓ વિડીયોમાં આગથી બચવા કેવી રીતે કુદી પડ્યા લોકો

દિલ્હી(Delhi)ના મુંડકા(Mundaka) વિસ્તારમાં ભીષણ આગ(Delhi Mundka Fire) ફાટી નીકળી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ પહેલા માળેથી લાગી હતી, જ્યારે બીજા અને ત્રીજા માળે લોકો ફસાયા હતા, જેમને દોરડા અને ક્રેઈન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, આગમાં ફસાયેલી એક મહિલા ગભરાઈને પોતાનો જીવ બચાવવા માટે ઈમારત પરથી નીચે કૂદી પરંતુ તેનું મોત થઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર ફાઈટરને ઘટનાસ્થળે પહોંચતા ઘણો સમય લાગ્યો હતો. દરમિયાન પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. આગ એટલી ગંભીર હતી કે નજીકના તમામ ફાયર સ્ટેશનોમાંથી 25 ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.

મુંડકા વિસ્તારમાં મુખ્ય રોહતક રોડ પર મેટ્રો પિલર નંબર 544ની સામે સ્થિત ચાર માળની ઇમારતમાં આ અકસ્માત થયો હતો. આ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ અને વેરહાઉસ હતું. ત્યાં સાંજે 5.45 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. તે સમયે ઓફિસમાં કોન્ફરન્સ ચાલી રહી હતી, જેના માટે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં 100થી વધુ લોકો હાજર હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. બિલ્ડીંગમાં પ્રવેશવા માટે સીડીનો એક જ રસ્તો હતો. ત્યાં રાખવામાં આવેલા જનરેટરમાં આગ લાગવાને કારણે સમગ્ર બિલ્ડીંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો. જેના કારણે લોકો સીડીઓમાંથી બહાર નીકળી શકતા ન હતા.

દોરડા અને ક્રેનની મદદથી લોકોને બહાર કઢાયા:
પોલીસ અને ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે લગભગ 4.40 વાગ્યે આગનો કોલ આવ્યો હતો, ત્યારબાદ 10 ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસકર્મીઓએ લોકોની મદદથી ક્રેન લઈને ઓફિસની બારીઓ બહારથી તોડીને રસ્તો બનાવ્યો હતો. ત્યારબાદ દોરડા બાંધીને અને ક્રેનની મદદથી એક પછી એક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા અને ખેંચના કારણે ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે બિલ્ડિંગમાંથી 60-70 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *