મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર- જાણો કોની વિરુદ્ધ થઇ કડક કાર્યવાહી

ગુજરાત(Gujarat): મોરબી દુર્ઘટના(Morbi Bridge collapsed)ને 6 દિવસ જેટલો સમય વીતી ગયો છે. હજુ પણ મચ્છુ નદીમાં લોકોની મરણચીસો ગુંજી રહી છે. મચ્છુ નદીમાં અનેક બાળકો સહિત 135 કરતા વધુ લોકોએ જળસમાધિ લીધી હતી. તે સમયે આ દ્રશ્ય હચમચાવી દે તેવા હતા. જે લોકો નદીમાં પડ્યા હતા તે પોતાને બચાવવા માટે તરફડિયા મારી રહ્યા હતા. ત્યારે હવે આ ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટી અપડેટ આવી સામે:
આ સમગ્ર ઘટનાને લઈને એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા(Sandip Singh Jhala suspended)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જયારે આ દુર્ઘટના ઘટી ત્યારે રવિવારે રાત્રે જ પોલીસે 9 જવાબદાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

FSL રિપોર્ટમાં થયા હતા મોટા ધડાકા:
FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કહ્યું હતું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા શરુ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્રને માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે.

પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેકનીકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેકનીકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા, તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા. FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ધડાકાઓ પણ થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હોવાનું ખુલ્યું છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત.

તો બીજી બાજુ, FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો તે પ્રકારનો મોટો ખુલાસો થયો છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત. તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *