ગુજરાત(Gujarat): ડાંગ એક્સપ્રેસ(Dang Express) તરીકે ઓળખવામાં આવતા આંતરરાષ્ટ્રીય દોડવીર(International sprinter) મુરલી ગાવીતે(Murali Gavit) સ્પેનમાં 10 કિલોમીટની દોડ 28.42 મિનિટમાં પુરી કરી આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવી ભારતનું નામ વિદેશમાં રોશન કર્યું છે. આ સિદ્ધિ હાંસલ થતાંની સાથે ડાંગ(Dang)ના સમગ્ર પંથકમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે.
મુળ ડાંગ જિલ્લાના દોડવીર મુરવી ગાવીતે સ્પેનમાં અનોખો રેકોર્ડ રચ્યો છે. જેમાં તેને 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરી આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવતા મુરલી ગાવીતે રાજ્યની સાથે દેશનુ પણ ગૌરવ વધાર્યુ છે. અમે તમને જણાવી દઈયે કે, અગાઉ વર્ષ 2019માં પંજાબ ખાતે 23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પહેલા દિવસે 5000 મીટર દોડ 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા હતા. ત્યારે હવે સ્પેન ખાતેની દોડની કોમ્પિટિશનમાં હિસ્સો લઈ પોતાનો જ રેકોર્ડ તોડીને 10 કિલોમીટરની દોડ માત્ર 28.42 મિનિટમાં પુરી કરી ડાંગનુ નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કરી દીધું છે.
ડાંગની સરિતા ગાયકવાડે પણ રચ્યો હતો ઈતિહાસ:
ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં પણ સ્થાન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4×400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન” માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ડાંગ જીલ્લામાં 2012ના વર્ષમાં ખેલ મહાકૂંભમાં સરિતાએ એક સાથે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લઇ એક સાથે પાંચેય ઇવેન્ટ જીતીને અનોખો રેકોર્ડ રચી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.