દિલ્હી: આજકાલ બળાત્કાર અને છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. હવસખોરો નાની નાની બાળકીઓ પર પણ દુષ્કર્મ આચરતા હોય છે. આ દરમિયાન ફરીવાર એવો જ એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પીડિત પરિવાર ન્યાય માંગે છે. તેમને બીજી કંઈ જોઈએ નહીં. પીડિત પરિવારનું કહેવુ છે કે, તેમની સાથે ન્યાય નથી થઈ રહ્યો. એટલા માટે તેમને મદદની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે ઊભા છે.
એક બાજૂ સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવારે રાતથી પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલો દિલ્લીના ઓલ્ડ નાંગલ ગામનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં શ્મશાનના વોટર કૂલરનું પાણી લેવા ગયેલી 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે શ્મશાનના પૂજારી રાધેશ્યામ સહિત 4 લોકો આરોપી છે. બાળકીની માતાનું કહેવુ છે કે, આરોપીએ તેમની મરજી વગર બાળકીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
પૂજારી અને તેમના અમુક સાથીઓએ બાળકીના ઘરવાળાને બોલાવીને કહ્યુ હતું કે, વોટર કુલરમાંથી પાણી ભરતી વખતે કરંટ લાગવાથી બાળકીનું મોત નીપજ્યું છે. તેમણે બાળકીની માતાને કહ્યુ કે, પોલીસને બોલાવતા નહીં, નહીંતર પોસ્ટમોર્ટમ થશે અને તેના અંગો કાઢી લેવામાં આવશે. તેવું કહીને પૂજારીઓએ અંધારામાં રાખીને બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, તે પણ પીડિત પરિવારની મુલાકાત કરશે અને ન્યાય અપાવવા માટે તેમની મદદ કરશે. આ બાજૂ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરે પણ પીડિત પરિવારની મુલાકાત કરી અને જણાવ્યું હતું કે, તેમનું સંગઠન બાળકીને ન્યાય અપાવવા માટે પ્રદર્શનમાં શામેલ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.