સુરતમાં 2 વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

Rape accused sentenced to death in Surat: સુરતમાં આજે એક બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપી ઇસ્માઇલ હજાતને ફાંસીની સજા ફટકારવાનું નિર્ણય કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. હાલ નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો મૃતદેહ
સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે પાડોશી ઇસ્માઇલની કરી હતી ધરપકડ
બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર ઇસ્માઇલ યુસુફના ઘરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી અને તે પછી તે બાળકી મૃત હાલમાં મળી આવી હતી. જેથી પોલીસે પાડોશી ઇસ્માઈલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ ઇસ્માઇલ યુસુફ હજાતને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બાળકીના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, આરોપીએ બાળકીના શરીરના અંગો પર ઈજા પહોંચાડી હતી. પોતાના મોબાઈલમાં ઈજા કઈ રીતે પહોંચાડી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરી ચાર્જશીટ
જેથી સચીન પોલીસે માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી ઇસ્માઇલ હજાતને જેલભેગો પણ કર્યો અને ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરી દીધી હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સરકારપક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *