બાલીસણામાં મસ્જીદનું પ્રાંગણ બન્યું લોહીયાળ: મધરાતે ધીંગાણુ

પાટણ જીલ્લમાં આવેલા બાલીસણા (Balisana, Patan) ગામમાં રવિવારની મધરાત્રી દરમિયાન બે અલગ અલગ જૂથો વચ્ચે મારામારી (Balisana Rioting) થઈ હતી. જેણે બાદમાં બબાલનું સ્વરૂપ ધારણ…

પાટણ જીલ્લમાં આવેલા બાલીસણા (Balisana, Patan) ગામમાં રવિવારની મધરાત્રી દરમિયાન બે અલગ અલગ જૂથો વચ્ચે મારામારી (Balisana Rioting) થઈ હતી. જેણે બાદમાં બબાલનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ લોખંડની પાઈપ, ધારિયા, તલવાર સહિતના ઘાતક હથિયારો અને પથ્થરમારા સાથે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એકબીજા પર ધોકા લાકડી અને હથિયારો વડે હુમલો કરવામાં આવતા ત્રણેક લોકો ઈજાના કારણે ઘવાયા હતા.

જૂથ અથડામણ બાબતે બંને જૂથના વ્યક્તિઓ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી બાદમાં જીલ્લા પોલીસ તાબડતોબ એક્શન મોડમાં આવી ૧૨ લોકો સામે ગુનો દાખલ કરીને કાયવાહી હાથ ધરી છે તો બીજી તરફ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રેંજ આઈજી ના આદેશ પ્રમાણે તરત અપડેટ આપતા રહેવા અધિકારીઓને આદેશ પણ મળી ચુક્યા છે.

સુત્રો દ્વારા મળતી મહિતી મુજબ સોશિયલ મીડિયામાં થોડા દિવસો અગાઉ કોઈ પોસ્ટ મુકવા બાબતે સામન્ય બોલાચાલી થયા બાદમાં સમાધાન થઇ ગયા બાદમાં ફરી આ બાબતે મનદુઃખ રાખીને ઘર્ષણ થયું હતું ત્યાર બાદમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષે ૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને દરેકને નાની મોટી ઈજા થયાના સમાચાર છે. હાલ તમામ ઈજાગ્રસ્તો ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

બાલીસણા ગામે મારામારીમાં સામ સામે નોંધાયેલ ફરિયાદમાં નામ:
અબ્દુલ ઉર્ફે ભેલુ માસ્તર કાદર માસ્તર ગામ- બાલીસણા, તોફિક હુસેન નરમીયા શેખ ગામ- બાલીસણા, સહદ મહંમદ હસાબ શેખ ગામ- બાલીસણા, આરિફ અબ્દુલભાઇ શેખ ગામ- બાલીસણા, ઇલિયાસ ઇબ્રાહિમભાઇ શેખ ગામ-બાલીસણા, ફૈજરઅલી મિજામ ઉડ્રીલ શેખ ગામ-બાલીસણા, એહમદભાઇ ડેલીગેટ ગામ-બાલીસણા, સિકંદર અબ્દુલભાઇ ઇકો ગાડીવાળો ગામ-બાલીસણા, ખલીલભાઇ દિલાવરભાઇ ગેરેજવાળો ગામ- બાલીસણા, આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે જેનું નામ સામે આવ્યું નથી.

સામે પક્ષના નામ: ક્રિશ પટેલ- ગામ-બાલીસણા, નિમેષ પટેલ -ગામ- બાલીસણા

હાલ બંને જૂથો વચ્ચે થયેલા ધિંગાણાને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ગુસ્સો અને અરાજકતા ભર્યું વાતાવરણ થઇ ચુક્યું હોવાને લઈને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.અહિયાં આસપાસના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે ઘટના ના ઘટે તે માટે થઈને SP સહીત LCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના મામલે જીલ્લા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ ઘટનાને પગલે સામસામી ફરિયાદ નોંધાઈ છે. એક સમાજ દ્વારા બે યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે 10 લોકો સહીત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *