સુરતના નાનપુરા માછીવાડમાં ગતરાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાઈ ગયો. જૂની અદાવત અને છોકરીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી જતા ઘટનામાં સંદીપ નામના યુવાનનું મોત થયું હતું જેથી પોલીસએ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત નાનપુરા માછીવાડ હોલી મોહલ્લામાં ગતરોજ સંદીપ અને તેનો વિપુલ ભાઈ અને તેના સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈ નાનપુરા માછીવાડમાં ઘૂસીને એકાએક નિરંજન ભીમ્પોરિયા નામના યુવાન પર એકાએક હુમલો કરવા લાગ્યા. હુમલો જોઈ મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા અને હુમલો જોઈ મહોલ્લાના લોકો નિરંજનને બચાવવા ઉતર્યા. ત્યાં કેટલાક ઈસમોએ મૃતક સંદીપ પર પણ હુમલો કરતા સંદીપનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજી બાજુ નિરંજનને પણ છાતીના ભાગે હુમલા માં 26 જેટલા ટાંકા આવ્યા. ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ એ સામ સામે ગુનો નોંધીને હત્યા અને હત્યાના પ્રયાસ ના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસએ ગુનો નોંધી હત્યાના પ્રયાસમાં 6 જેટલા ઈસમો ની અટકાયત કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સંદીપ અને તેનો ભાઈ વિપુલ પહેલા આ જ મોહલ્લામાં રહેતા હતા અને બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ વિપુલ અને સંદીપ એ આજ મોહલ્લામાં કોઈ છોકરીની છેડતી બાબતે બબાલ કરી હતી. તે બાબતે અથવા પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી, બસ આ જ ફરિયાદ ને લઈ વિપુલ અને સંદીપ ને સ્થાનિક મોહલ્લા વાસી પર ગુસ્સો હતો. બસ આ જ અદાવાત ને લઈ તે ગઈકાલે બબાલ કરી હતી. જેમાં સંદીપનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય બે ને ગંભીર ઇજાઓ આવી છે. હાલ તો અથવા પોલીસ સમગ્ર મામલે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news