સુરતમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકની હત્યા કરીને બની ગયો સાધુ- 23 વર્ષે પોલીસે કરી ધરપકડ

Surat Police Arrest Most Wanted Murderer After 23 Years: સુરત સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ હત્યા, ધાડ, લૂંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં…

Surat Police Arrest Most Wanted Murderer After 23 Years: સુરત સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ હત્યા, ધાડ, લૂંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા દસકાઓથી નાસતા ફરતા આરોપીની માહિતી આપનાર અથવા પકડનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને સુરત પોલીસના જવાનોએ સાધુનો વેશ બદલી યુપી ખાતેથી 23 વર્ષે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળેલી માહિતી અનુસાર પકડાયેલા આરોપી પર સરકાર દ્વારા 45000નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જે તે પોલીસ સ્ટેશનોમાંથી માહિતી મેળવી તેનો ડેટા એકત્રીત કરી માહિતીનું એનાલિસીસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવામા આવી હતી. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2001માં હત્યાની ઘટના બની હતી. આ હત્યાની ઘટનાનો આરોપી પર સરકાર દ્વારા 45000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આરોપી સાધુ બની નામ બદલી ઉત્તર પ્રદેશના મથુરાના નંદ ગામ ખાતે કોઈ આશ્રમમાં રહેતો હોવાની પોલીસને જાણકારી મળી હતી.

પોલીસે એક ટીમ બનાવી ઉત્તરપ્રદેશ, મથુરા ખાતે ટીમ રવાના કરવામાં આવેલ હતી, જે ટીમ દ્વારા મથુરા ખાતે તપાસ દરમિયાન ત્યાં આશરે 100થી વધુ ધાર્મિક સ્થળો અને આશ્રમો આવેલા છે અને ક્યા આશ્રમામાં આરોપી રહેતો હશે તેની સ્પષ્ટ માહિતી નહોતી. પરિણામે સતત બે દિવસ સુધી સાધુનો વેશ ધારણ કરી અલગ-અલગ આશ્રમોમાં ફરી આરોપી બાબતે ખરાઈ કરતા હતા. ત્યારે આરોપીના વર્ણન વાળો ઈસમ કુંજકુટી નામના આશ્રમમાં રહેતો હોવાનુ જણાઈ આવ્યુ હતું.

ત્યારબાદ આશ્રમમાં ટીમના સભ્યો સેવાર્થી તરીકેની આરોપીને ઓળખ આપી તેની સાથે પરીચય કેળવી તેની સાથે રહી આરોપીને વિશ્વાસમાં લઈ તેના પર્સનલ ડેટા બાબતે જાણતા તે જ આરોપી હોવાનુ જણાતા તેના પરીવારની સંપુર્ણ માહિતીની જાણકારી મળી ગઈ હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપી આજ ઇસમ હોવાની પુષ્ટી મળતા આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌસ્વહરી ઉર્ફે ગૌરાંગદાસ પાંડાને દબોચી લેવામા પી.સી.બી.ને સફળતા મળેલ છે.

આરોપીને સુરત ખાતે લાવી તેની પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે પોતે 2001ની સાલમા ઉધના, શાંતિનગર વિસ્તારમાં રૂમ ભાડે રાખી રહેતો હતો. ત્યારે તેની પાડોશમા એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે મહીલાના ઘરે મૃતક વિજય સાંચીદાસ પણ અવર જવર કરતો હતો. જેની જાણ આરોપીને થઇ જતા તેણે વિજય સાંચીદાસ સાથે મારામારી કરી હતી અને મહિલાના ઘરે નહિ જવા સમજાવેલ હતો પરંતુ તેમ છતાય મહિલાના ઘરે જતો હતો અને તેથી અદાવત રાખી આરોપી તથા તેના બે મિત્રોએ અપહરણ કરી ગળે ટુંપો આપીને હત્યા કરી તેની લાશને સગેવગે કરવા ખાડીમાં ફેંકી દઇ ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *