સુરતમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ- છરીના અસંખ્ય ઘા ઝીંકી યુવકને આપ્યું ખૌફનાક મોત

સુરત (Surat)માં છેલ્લા ઘણા દિવસોથી હત્યા (Murder)ની ઘટનાઓ વધતી જ જાય છે. ધોળા દિવસે જાહેરમાં હત્યાઓ થવા લાગી છે. ત્યારે આવી જ એક ઘટના ફરી…

સુરત (Surat)માં છેલ્લા ઘણા દિવસોથી હત્યા (Murder)ની ઘટનાઓ વધતી જ જાય છે. ધોળા દિવસે જાહેરમાં હત્યાઓ થવા લાગી છે. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વાર સુરતમાંથી જ સામે આવી છે. અહીંના, રાંદેર (Rander)ના મોરાભાગળ વિસ્તાર (Morabhagal area)માં ગઈકાલે મોડીરાત્રે સલીમ ખલીલ નામના યુવકની હત્યા થઈ હતી. ગઈકાલે રાત્રે સલીમ ખલીલ તેના મિત્ર સાથે હતો. આ દરમિયાન ત્રણ જેટલા યુવકોએ તેના ઉપર હુમલો કરી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.

સલીમ ઉપર ચપ્પુના ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ તેના સાથીમિત્રને પણ ઇજા થઈ હતી. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. સલીમ ખલીલ ફાઇનાન્સ અને શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હતો.

ઈજાગ્રસ્તે આપેલા નામ આધારે ત્રણની અટકાયત:
આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલમાના મિત્રએ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા. જેને આધારે રાંદેર પોલીસ દ્વારા ત્રણેય યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

હત્યા પાછળ આર્થિક કારણો જવાબદાર હોવાની શક્યતા:
આ કેસમાં સલીમ ખલીલનું મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેના મિત્રને હાલ સારવાર આપવામાં આવી રહી છે. સલીમના મિત્રના જણાવ્યા મુજબ, રવિ, અજય અને રફીક નામના યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા પાછળ આર્થિક કારણો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *