વલસાડ(Valsad): શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, વાપી (Vapi)ના રાતા (Rata)માં ફાયરિંગ (firing) કરી હત્યા (Murder) કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વાત કરવામાં આવે તો વાપી તાલુકા ભાજપ (BJP)ના ઉપપ્રમુખની ફાયરિંગ કરી દર્દનાક હત્યા કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, એવું જાણવા મળ્યું છે કે, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરીંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
મહત્વનું છે કે, આ હત્યા જૂની અંગત અદાવતમાં થઇ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં તો આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં શૈલેષ પટેલના પરિવારમાં માતમ છવાય ગયો છે. અચાનક જ આ રીતે હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યા પાછળ જૂની અંગત અદાવતને લઈને કરવામાં આવી હોઈ શકે છે. હાલમાં તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.