ડભોઇના વેપારીને ચાલુ પ્લેન દરમિયાન જ આંબી ગયો કાળ, હાર્ટએટેકથી નીપજ્યું મોત- ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): ગુજરાતમાં હાર્ટએટેકના બનાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે વડોદરાના ડભોઇના એક વેપારીને હાર્ટએટેક (Heart attack in Dabhoi) આવતા મોત નીપજ્યું હતું. પણ…

વડોદરા(Vadodara): ગુજરાતમાં હાર્ટએટેકના બનાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે વડોદરાના ડભોઇના એક વેપારીને હાર્ટએટેક (Heart attack in Dabhoi) આવતા મોત નીપજ્યું હતું. પણ મહત્વની વાત તો એ છે કે,  કેનેડા પુત્રીને ત્યાં જતાં ભાલચંદ્ર કંસારા નામના 75 વર્ષના રહીશને ચાલુ પ્લેન દરમિયાન જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેને કારણે ઇતિહાદ એર લાઇનનું ઇમરજન્સી લેન્ડિંગ જર્મનીમાં કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ભાલચંદ્ર કંસારાનું જર્મનીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરંતું હોસ્પિટલ દ્વારા 40 લાખનું બિલ ચૂકવ્યા પછી જ મૃતદેહ આપવાનું જણાવતાં સાથે રહેલા પત્ની રક્ષાબેનની હાલત અત્યંત કફોડી બની છે અને ત્રણ દિવસ સુધી મૃતદેહની સોંપણી કરવામાં નહિ આવતા ભારે હૈયે પત્ની એકલા જ ડભોઇ આવવા રવાના થયા હતા.

મૃતક ભાલચંદ્રભાઈની પુત્રી લીનાએ જણાવતા કહ્યું હતું કે પપ્પાને પ્લેનમાં એટેક આવ્યા બાદ જર્મનીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી માતા સાથે ઉતારી દેવામાં આવ્યા હતા. જેની જાણકારી મળતાં અમે BAPS સંસ્થાનો સંપર્ક કરતા તાત્કાલિક બે સભ્યો આવી પહોંચ્યા હતા અને એકલી પડેલી મમ્મીને બે સભ્યોએ સાથ આપ્યો હતો.

વધુમાં કહ્યું કે, પપ્પાનું મોત થયા બાદ પણ BAPS ના સભ્યોએ મદદ કરી હતી. પરંતુ ફ્રીમાં સારવાર પછી રૂપિયાની માંગણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા હાલત કફોડી બની છે. આ અંગે એરલાઇનથી માંડી જર્મન સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં અક્કડ વલણ રાખવાને કારણે અંતે મમ્મી એકલા ભારત આવવા રવાના થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *