વધતી જતી હત્યા (Murder)ની ઘટનાઓમાં હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પંજાબ (Punjab)ના માલેરકોટલા (Malerkotla)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના મ્યુનિસિપલ કાઉન્સિલર (Municipal Councillor)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપીઓએ જિમ (Gym)ની અંદર ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોહમ્મદ અકબરને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી હતી. જેને પગલે મોહમ્મદ અકબરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કોઈ ઝઘડાના કારણે મોહમ્મદને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આરોપીઓએ વ્યક્તિગત કારણોસર તેની હત્યા કરી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર મોહમ્મદ અકબર એક અજાણ્યા ઈસમ તરફ વધતો જઈ રહ્યો છે, જેવો જ અકબર તેની નજીક પહોંચ્યો, હુમલો કરનારે હથિયાર કાઢ્યું અને તેના પર ગોળી ચલાવી દીધી હતી. જેના કારણે મોહમ્મદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાને 2 લોકો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. બંને આરોપી હાલમાં ફરાર છે, તેમની શોધ કરવામાં આવી રહી છે. પોલીસ સતત છાપેમારી કરી રહી છે.
જાણવા મળ્યું છે કે, મોહમ્મદ અકબરે કોંગ્રેસની ટિકિટ પર નગર કાઉન્સિલરની ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી હતી, પરંતુ પંજાબમાં સત્તા પરિવર્તન બાદ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. લગભગ 3 વર્ષ અગાઉ મોહમ્મદ અકબરના મોટા ભાઈ મોહમ્મદ અનવરની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.