ધર્મ ભલે જુદા હોય પરંતુ લોહી તો એક જ છે ને! હિંદુ મિત્રને પોતાની કીડની આપી મુસ્લિમ મિત્રએ નવજીવન આપ્યું

કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર દિનાજપુર જિલ્લામાં (North Dinajpur District) ભાઈચારાનું ઉદાહરણ આપતા એક મુસ્લિમ વ્યક્તિએ ભૂતપૂર્વ સાથીદાર (હિંદુ)નો જીવ બચાવવા માટે તેની એક કિડની દાન (Kidney donation) કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ્યારે હસલુ મોહમ્મદ નામના આ વ્યક્તિએ રાજ્યના આરોગ્ય વિભાગમાં(Department of Health) અરજી કરીને અંગદાનની(Organ donation) મંજૂરી માટે અરજી કરી ત્યારે નિયમો અનુસાર, આરોગ્ય વિભાગે સ્થાનિક પોલીસને તપાસ કરવા મોકલી. પોલીસ તપાસમાં કોઈ નાણાકીય સોદાની શક્યતા નકારી કાઢવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં આ અંગેનો રિપોર્ટ આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે.

એક અહેવાલ મુજબ, હસલુ મોહમ્મદ અને અચિંત્ય બિસ્વાસ છ વર્ષ પહેલા મિત્ર બન્યા હતા, જ્યારે તેઓ એક નાની ફાઇનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. બે વર્ષ પહેલા હસલુએ નોકરી છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. સમય જતાં બંને ગાઢ મિત્રો બની ગયા.

જ્યારે હસલુને ખબર પડી…
જ્યારે હસલુને ખબર પડી કે તેનો શ્રેષ્ઠ મિત્ર મુશ્કેલીમાં છે, ત્યારે તે તેની મદદ કરવા આગળ આવ્યો. હસલુ કહે છે, “જ્યારે મેં સાંભળ્યું કે અચિન્ત્યને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, ત્યારે મેં મારી એક કિડની દાન કરવાનું નક્કી કર્યું. આમ કરવાથી હું મરીશ નહીં પણ અચિન્ત્યને નવું જીવન મળશે.”

ધર્મ અલગ પણ બ્લડ ગ્રુપ એક:
જ્યારે હસલુને ધાર્મિક સન્માન વિશે પૂછવામાં આવ્યું ત્યારે હસલુએ કહ્યું કે, માનવ જીવન સૌથી કિંમતી છે. તેણે સૌથી મોટી વાત કહી, “અમારો ધર્મ ભલે અલગ હોય પણ અમારું બ્લડ ગ્રુપ એક જ છે.” તે જ સમયે, હસલુની પત્ની મનોરાએ કહ્યું કે તેના પતિએ તે કર્યું જે દરેક વ્યક્તિએ કરવું જોઈએ. બંનેને 5 અને 7 વર્ષના બે પુત્રો છે.

મળેલી માહિતી અનુસાર, 28 વર્ષીય અચિન્ત્યને ડાયાલિસિસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમને આઠ વર્ષનો પુત્ર છે. અચિન્ત્ય કહે છે, “મારો જીવ બચાવવા માટે હસલુએ આટલું મોટું બલિદાન આપવાનું નક્કી કર્યું. હું અને મારો પરિવાર હંમેશા તેમના આભારી રહીશું. જો તે આગળ ન આવ્યો હોત તો મારા મૃત્યુ પછી મારો પરિવાર બરબાદ થઈ ગયો હોત.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *