અયોધ્યામાં ભગવાન શ્રી રામના મદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટનાં રોજ થવા જઈ રહ્યું છે. તેવામાં ભગવાન શ્રી રામના તમામ ભક્તો અયોધ્યા પહોંચવા માંગે છે. આવો જ એક ભક્ત છે, મોહમ્મદ ફેઝ ખાન. હા, તે મુસ્લિમ જરૂર છે, પણ તે ભગવાન શ્રી રામનો ખરો ભક્ત છે.
જ્યારે તેને જાણ થઈ, કે અયોધ્યામાં 5 ઓગસ્ટનાં રોજ ભગવાન શ્રી રામના મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. ત્યારે તે કુલ 800 કિમીની પગપાળા યાત્રા કરીને પણ અયોધ્યા પહોંચશે. મોહમ્મદ ફૈઝ ખાન એ છત્તીસગઢમાં આવેલ ચંડખુરી ગામથી અયોધ્યા જવા માટે પગપાળા યાત્રા કરતાં નીકળી પણ ગયો છે.
તેણે એક સમાચાર એજન્સીને જણાવ્યું પણ હતું કે, ‘હું મારાં નામ તથા ધર્મથી મુસ્લિમ છું, પણ ભગવાન શ્રી રામનો ભક્ત પણ છું. જો, આપણે આપણા પૂર્વજો અંગે માહિતી મેળવીશું તો, તેઓ પણ હિન્દુ જ હતા. તેમનું નામ રામલાલ કે શ્યામલાલ હોઈ પણ શકતું હતું. આપણે બધા હિન્દુ મૂળના જ છીએ પછી, ભલે આપણે ચર્ચ જઈએ અથવા તો મસ્જિદ.
મોહમ્મદ ફૈઝ ખાન એ ભગવાન શ્રી રામને પોતાનાં ‘મુખ્ય પૂર્વજ’ જ માને છે, તથા તેની પગપાળા યાત્રા પાકિસ્તાનના કવિ અલ્લામા ઇકબાલ દ્વારા જ આગળ વધી છે. જેણે એ સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો કે, ‘સંપૂર્ણ દ્રષ્ટિ’ વાળા વ્યક્તિને જ લાગશે, કે શ્રી રામ એ જ ખરેખર ભારતના સ્વામી છે.
પોતાના રસ્તાઓમાં આવનાર બધી ટીકાઓથી પરેશાન ફૈઝે જણાવતાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં પણ ઘણાં લોકોએ હિન્દુ તથા મુસ્લિમનાં નામોની સાથે નકલી ID બનાવડાવી છે, અને એકબીજાને ગાળો પણ આપી રહ્યા છે, કે જેનાંથી એવો દેખાડો કરી શકે, કે બધા સમુદાય માત્ર ભારતમાં જ લડી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે ભૂમિપૂજન સમારોહ 5 ઓગસ્ટનાં રોજ થશે. સમારોહની માટે જે લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં BJPના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી તથા ‘રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ’ એટલે કે RSS ના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ છે.
‘દૂરદર્શન’ દ્વારા આ સમારોહનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીએ આ માહિતી આપી છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમના સિવાય બધા જ ધર્મોના આધ્યાત્મિક નેતાઓને પણ આમંત્રિત કરવાનો વિચાર છે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ પાલન કરતાં કાર્યક્રમમાં સીમિત સંખ્યામાં જ અંદાજે કુલ 200 લોકોને જ બોલાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ યાદીનું અંતિમ રૂપ આપવાનું હજુ બાકી જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP