કોરોના વાયરસના કારણે ચારે તરફ ફફડાટ ફેલાયો છે આવામાં લોકો તકેદારીના પગલા ભરીને અને પાબંધીઓ હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આવામાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં ઘરમાં એકલા રહેતા 75 વર્ષના વૃદ્ધના નિધન બાદ તેમના પાડોશમાં રહેતા મુસ્લિમોએ આગળ આવીને અંતિમ યાત્રા કાઢી હતી. જેમાં 15 જેટલા મુસ્લિમો જોડાયા હતા અને નનામીને ખભો આપીને ‘રામ નામ સત્ય હૈ’ બોલીને અંતિમયાત્રામાં જોડાયા હતા.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં સુવપંખી ચાલમાં આવેલા મકાનમાં એકલા રહેતા રાજારામ યાદવ નામના વૃદ્ધના નિધનની જાણ થતા આસપાસમાં રહેતા મુસ્લિમો તેમના ઘરે પહોંચી ગયા હતા અને તેમની અંતિમયાત્રાને સાંજે4 વાગ્યે સુખરામનગરમાં આવેલા મુક્તિધામમાં લઈ જવાઈ હતી. તેમના નજીકના એક સગા પહોંચી જતા તેમની હાજરીમાં અતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, જ્યારે મુસ્લિમો એક હિન્દુની અંતિમયાત્રા કાઢીને સ્મશાન પહોંચ્યા તો સ્મશાનમાં ઉપસ્થિત લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, વાત કરતા માલુમ પડ્યું હતું કે મૃતકના સગા આવી શક્યા ના હોવાના કારણે મુસ્લિમોએ તેમની અંતિમયાત્રા યોજી છે.
આ આખી ઘટનાને પોતાની નજરે જોનારા વાન ચાલકે ભાડું લેવાનો ઈનકાર કરી દીધો હતો. મુસ્લિમો દ્વારા એક હિન્દુની અંતિમવિધિ અને અંતિમયાત્રામાં જોડાયેલા જોઈને વાનચાલક ગળગળા થઈ ગયા હતા અને તેમણે સ્મશાન સુધી આવાનો ખર્ચ લેવાનો ઈનકાર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news