હાલ ભાઈચારાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં નવસારી (Navsari)ના ગણદેવી(Gandevi) તાલુકાના ખાપરિયા(Khaparia) ગામની, અમીત રમણભાઈ હળપતિ નામના યુવાનનું બ્રેન ડેડ(Brain dead) થતાં ડોનેશન થકી ચાર લોકોને નવજીવન મળ્યું હતું. અમીતનું બ્રેઈન ડેડ થતાં અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં લીવર કીડની પેનક્રિયાસ અને હૃદયનું દાન આપવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમીત હળપતિ 8 જુલાઈ 2017ની સાલ માં બીલીમોરા જવાના રસ્તે કૂતરું વચ્ચે આવતા મિત્ર વિક્રમ અને અમીત બન્ને પટકાયા હતા. જેમાં અમીતને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં સુરત સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ડો મેહુલ મોદી દ્વારા બ્રેન ડેડ બ્રેન જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી તેના પરિવારજનો હોસ્પિટલ આવતા તેઓને સુરતના એનજીઓ ડોનેટ લાઈફને જાણ કરવામાં આવી.
અંગદાનનું મહત્વ સમજાવતા અમીતના પરિવારજનો અંગદાન આપવા રજી થયા. તેથી તાત્કાલિક ધોરણે મુંબઈ ખાતે આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે એક હિંદૂ યુવકના હૃદયને મુસ્લિમ યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો બન્યો છે. સાથે યુવાનની કીડની, લિવર, પેન્ક્રીયાસ, અને ચક્ષુઓના દાન કરી તેમના પરિવારજનોએ ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે.
સુરત સિવિલથી 85 મિનિટમાં 277 કિમી નું અંતર કાપી અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સોહેલ વ્હોરાનું હદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સોહેલની ઉંમર 36 વર્ષ અને બ્લડ પણ મેચ આવતા હતા. જ્યારે બીજા અંગ કીડની પેનક્રિયાસ રિતિકા અને યુપીના હિતેશ ગોહેલ બીજી કીડની અને લીવર ભૌતિક પટેલ આપી આ રીતે ચાર જીંદગીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.