ભાજપના દિગ્ગજ કેન્દ્રીય મંત્રી બોલ્યા મુસલમાન તો અમારા જીગરના ટુકડા છે, જાણો વધુ

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભાજપની વિચારધારાનો ઉલ્લેખ કરી એક ઇન્ટરવ્યુમાં દેશના મુસ્લિમોને જિગરના ટુકડા ગણાવ્યા છે. રાજનાથ સિંહે એ માન્યતાને પણ ફગાવી કે મોદી સરકાર ધાર્મિક લઘુમતિઓની વિરૂદ્ધ છે. રાજનાથ સિંહે મેરઠ અને મેંગલોરમાં પોતાની બે મેગા રેલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે મેં આ બંને રેલીમાં જણાવ્યું છે કે મુસલમાન ભારતના નાગરિકો અને આપણા ભાઇ છે. તેઓ આપણા જિગરના ટુકડા છે.

પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે શરૂઆતથી જ મુસ્લિમ નાગરિકોમાં રહેલો ભય દૂર કરવાનો અને તેમનામાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક લોકો ફક્ત વોટબેંકની રાજનીતિ માટે લઘુમતિઓને ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ ભાજપ કોઇ પણ સંજોગોમાં ભારતના લઘુમતિઓ વિરૂદ્ધ ન જઇ શકે. જાતિ, ધર્મ અને રંગના આધારે દેશવાસીઓ સાથે ભેદભાવનો કોઇ સવાલ જ નથી ઉઠતો. અમે તેના વિશે વિચારી પણ નથી શકતા.

રક્ષા મંત્રીએ કહ્યું કે જે હિન્દુત્વની વિચારધારા માં વિશ્વાસ રાખે છે, તે પણ ઓળખાણ ના આધારે ભેદભાવ કરી શકે નહીં, કારણકે હિન્દુત્વનો મતલબ “વસુધૈવ કુટુંબકમ” થાય છે. સાથે જ રાજનાથ સિંહે કહ્યું કે તેઓ કાશ્મીરના ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ નજર બંધી માંથી છૂટે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓ કાશ્મીરનો પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે સહયોગ આપે તેવી ઉમ્મીદ રાખે છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે,” કાશ્મીર શાંતિપૂર્ણ રહ્યું છે. પરિસ્થિતિમાં જલ્દી સુધાર આવી રહ્યો છે. સુધારાની સાથે સાથે આ નિર્ણયને પણ અંતિમ રૂપ આપવામાં આવશે. સરકારે કોઈને પણ પ્રતાડિત નથી કર્યા. ” સરકારના નિર્ણયનો બચાવ કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે કશ્મીર ના હિત માટે આ પગલાં લેવા પડ્યા છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ આ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *